Botad: Two Man Miraculously Saved Their Life In Bike and Bus Accident
  • Home
  • Videos
  • બોટાદ: બાઇકચાલક પર ચઢી ગઈ બસ, થયો ચમત્કારીક બચાવ, જોઇલો વિડીયો

બોટાદ: બાઇકચાલક પર ચઢી ગઈ બસ, થયો ચમત્કારીક બચાવ, જોઇલો વિડીયો

 | 6:59 pm IST

‘રામ રાખે તેને કોણ ચાખે’ આ યુક્તિ ખરેખર યથાર્થ છે તેવું કેટલીક ઘટનાઓ જોઇને લાગશે. કેટલીકવાર બચવા માટેનાં અનેક પ્રયત્નો કરવામાં આવે તો પણ માણસ બચી નથી શકતો તો કેટલીકવાર સાવ મોતનાં મૂખમાં ગયા છતા બચી જવાય છે. આવો જ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. બોટાદમાં બાઇક પર જઈ રહેલા 2 યુવકોને સાથે પણ આવું જ થયું છે.

બાઇક પર જતા યુવકોની બાઇક સ્લિપ ખાઇને પડી જાય છે. બંને બાઇકસવારો કંઇ સમજે તે પહેલા જ તેમની પર ઉપર ખાનગી બસ પણ ચઢી જાય છે. બસ ધીમી પડતા જ બંને યુવકો સલામત રીતે બહાર નીકળે છે.

બીજી તરફ જોઇ શકાય છે કે તેમનું બાઇક થોડાક અંતર સુધી ઢસડાય છે. બસચાલકની સાવચેતીનાં કારણે બંને યુવકો મોતનાં મૂખમાંથી બચી જાય છે. જોઇ લો આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.