NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પુણે: બે તરુણોને ઢોર માર મારી, નગ્ન કરી પરેડ કરાવી, જુઓ video

પુણે: બે તરુણોને ઢોર માર મારી, નગ્ન કરી પરેડ કરાવી, જુઓ video

 | 7:19 pm IST

તરુણીની છેડતી કરી હોવાની ગેરસમજણ થતાં બે તરુણોને મારમારીને તેમને નગ્ન કરીને ફેરવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પુણેના કર્વેનગરમાં બની હતી. તરુણોને નગ્ન ફેરવનારા પાંચ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.આ બે તરુણોમાંથી એક તરુણ અને નવીન ખુરાના નામની વ્યક્તિની પુત્રી એક જ શાળામાં ભણતાં હતાં. આ તરુણે પોતાની પુત્રીની છેડતી કરી હોવાની શંકા ખુરાનાને થઈ હતી. આ તરુણ પોતાના મિત્ર સાથે સ્વિમિંગ પૂલમાંથી પરત ફરી રહ્યો હતો અને કેટલાક મિત્રો સાથે બેસીને ગપ્પાં મારતો હતો. ત્યારે ખુરાના પોતાના પુત્ર અને ચાર-પાંચ વ્યક્તિઓને લઈને અહીં આવ્યો હતો.

ખુરાનાએ આ તરુણને ગાળો આપવાની શરૃઆત કરી હતી અને પોતાની પુત્રીની છેડતી કરતો હોવાનો આરોપ મૂકીને તેને મારવા લાગ્યો હતો.ખુરાનાનું તરુણને માર માર્યા પછી પણ મન ન ભરાતાં તેણે તરુણ અને તેના મિત્રના કપડાં કઢાવીને ફરી માર માર્યો હતો. ત્યાર બાદ આ તરુણોની નગ્ન પરેડ કાઢી હતી અને તેનો વિડિયો બનાવ્યો હતો. આ વિડિયો તેણે વોટ્સએપ પર વાઇરલ કરવાની આ તરુણોને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તરુણની માતાને થતાં તેણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે નવીન કુંદન ખુરાના, યશ નવીન ખુરાના, રાજુ પિરારામ દેવાસી અને પ્રદીપ શ્રીકૃષ્ણ સાળુંખે સહિત એક સગીર વયના તરુણની પણ ધરપકડ કરી હતી.

;