Two BrahMos Surface to Surface Missiles fired by Indian Air Force
  • Home
  • Featured
  • Video: ભારતની બ્રહ્મોસનો કમાલ, આંખનાં પલકારામાં 300KM દૂર સાધ્યું નિશાન

Video: ભારતની બ્રહ્મોસનો કમાલ, આંખનાં પલકારામાં 300KM દૂર સાધ્યું નિશાન

 | 11:31 pm IST

ઇન્ડિયન એરફોર્સે આંદમાન નિકોબારમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી 2 બ્રહ્મોસ મિસાઇલ છોડી હતી. બંને મિસાઇલોએ 300 કિલોમીટર દૂર નિશાન પર સટીક પ્રહાર કર્યો હતો. એરફોર્સની તરફથી 21 અને 22 ઑક્ટોબર આંદમાન નિકોબાર દ્વીપ સમૂહનાં ટ્રેક દ્વીપમાં આ મિસાઇલ છોડી હતી. આ બંને મિસાઇલોની ટેસ્ટિંગ રૂટીન ઑપરેશન ટ્રેનિંગનો ભાગ છે, જેને એરફોર્સ દ્વારા નિયમિત સમય પર કરવામાં આવે છે. આ પહેલા 30 સપ્ટેમ્બરનાં DRDOએ ઓરિસ્સા દરિયા કિનારાથી જમીન પર માર કરનારી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફલ પરીક્ષણ કર્યું.

DRDOએ આંધ્ર પ્રદેશ કુર્નૂલમાં ફાયરિંગ રેન્જથી મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું પણ સફળ પરીક્ષણ કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન