કલોલ: એક જ યુવતીને પરણવા લગ્ન મંડપમાં પહોંચ્યા બે વરરાજા અને થયુ જોવા જેવું - Sandesh
  • Home
  • Gandhinagar
  • કલોલ: એક જ યુવતીને પરણવા લગ્ન મંડપમાં પહોંચ્યા બે વરરાજા અને થયુ જોવા જેવું

કલોલ: એક જ યુવતીને પરણવા લગ્ન મંડપમાં પહોંચ્યા બે વરરાજા અને થયુ જોવા જેવું

 | 6:59 pm IST

કલોલ તાલુકાનાં વેડા ગામે રહેતો એક યુવક આંખોમાં વૈવાહીક જીવનનાં અનેક સોનેરી શમણાં સાથે લગ્ન મંડપમાં પહોંચ્યો હતો. પરંતુ ક્ષણભરમાં જ તેના આ સ્વપ્ન રોળાઈ ગયાં હતાં . યુવકે લીલા તોરણે જ પાછા ફરવું પડયું હતું. દીકરા દીકરીના લગ્નને લઈ હરખાતાં મા બાપ , કોડભયો યુવક યુવતીઓ તથા આપણા કહેવાતા સભ્ય સમાજ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે !!!

કલોલ તાલુકાનાં વેડા ગામનાં એક બારોટ નવ યુવાનનું સગપણ મહેસાણા જીલ્લાના લીંચ ગામે કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ યુવાનનાં લગ્ન હતાં. યુવક યુવતીના પરીવારજનો તથા સગાં સ્નેહીઓમાં હરખ મ્હાતો ન હતો. બંને પક્ષે પોતાની શાનો સૌકત પ્રમાણે ધામધૂમપૂર્વક લગ્નની તૈયારી કરી હતી. યુવકનું હ્રદય પણ હરખથી છલકાઈ રહ્યું હતું. પોતાના વૈવાહીક જીવનને લઈ આંખોમાં અનેક સોનેરી સ્વપ્ન સાથે યુવક ગઈકાલે ઘોડે ચઢયો હતો. સાંજે વાજતે ગાજતે જાન વેડાથી નીકળી મહેસાણા હાઈવે પર લગ્ન સ્થળ પહોંચી હતી. યુવતીપક્ષે પણ વાજતે ગાજતે જાનનું સ્વાગત કયુ હતું. જાનૈયાઓ જમી પરવાયો ત્યાં વરરાજાને વિધિપૂવેક મંડપમાં લાવવામાં આવ્યો હતો. મંગળફેરા આડે હવે ઝાઝો સમય રહ્યો ન હેાઈ, યુવકનાં મનમાં હષેનું જાણે ઘોડાપુર ઉમટયું હતું.

આ જ સમયે યુવતીના એક કૌટુંબિક યુવકે સ્ટેજ પર આવી વરરાજાને ધમકીભયો સ્વરે ઉભો થઈ જા, આ છોકરી સાથે મારે પરણવાનું છે. અમે ફક્ત સામાજીક રીતે જ લગ્ન બંધનમાં બંધાયા નથી, બાકી અમે બધી જ રીતે એકબીજાને વરી ચૂક્યા છીએ. તેમ કહી બંનેના ફોટો બતાવ્યાં હતાં. આ જોઈ – સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયાં હતાં. મંગળફેરા લઈ લગ્નના પવિત્ર બંધનમાં જોડાવાના સ્વપ્ન સજાવી બેઠેલ વરરાજા પણ ચોંકી ઉઠયો હતો. ક્ષણભરમાં જ તેના પ્રેમસભર સવપ્ન ચકનાચૂર થઈ ગયાં હતાં.

આ ઘટનાને પગલે લગ્ન મંડપમાં ભારે હોબાળો મચી ગયો હતો. વરપક્ષે પહેલેથી જ અન્યને વરી ચૂકેલ કન્યાને લઈ જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જયારે બીજી તરફ ભયો મંડપમાં આમંત્રિતો સામે પોતાની ઈજ્જતની ધજજીયાં ઉડી જતાં કન્યાપક્ષે ચોરી ઉપરથી શિનાજોરી કરતાં જો જાન લગ્ન વગર પાછી જશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પરીણામે મામલો વધુ ગરમાયો હતો.આ બાબતની જાણ વેડા ગામે થતાં ફક્ત યુવકના સગાં સ્નેહીઓ જ નહીં સમગ્ર ગામ એકત્રિત થઈ ગયું હતું. બંને પક્ષમાં ઉગ્ર બોલાચાલી થતાં લગ્ન સ્થળ જાણે શાબ્દીક યુધ્ધનું સમરાંગણ બની ગયું હતું. આખરે વડીલો તથા પોલીસની સમજાવટથી મામલો સમાધાનમાં પરીણમ્યો હતો. પરંતુ મનમાં લગ્નના કોડ સાથે ગયેલ યુવકનાં ઓરતાં અધૂરા રહી ગયાં હતાં . વાજતે ગાજતે ગયેલ જાને લીલા તોરણે પાછા ફરવું પડયું હતું. આ કિસ્સો સંબંધિત વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે.