two brothers at the age of joint make a world record
  • Home
  • Kids Corner
  • બે ભાઈઓની 216 વર્ષની સંયુક્ત ઉમરે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું 

બે ભાઈઓની 216 વર્ષની સંયુક્ત ઉમરે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું 

 | 10:05 am IST

ગિનીસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

વાત છે બે ભાઈઓની, જેમણે ૨૧૬ વર્ષ અને ૨૩૦ દિવસની સંયુક્ત ઉંમર સાથે ગિનીસ બુકમાં જગ્યા બનાવી છે.૧૦૦થી પણ વધારે વર્ષ પહેલાં જન્મેલા બે ભાઈ ૨૦૧૯માં એટલે કે હાલમાં પણ એટલા જ સ્વસ્થ રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આ બંને ભાઈઓની સંયુક્ત ઉંમર વડે એક રેકોર્ડ સ્થાપિત થયો છે. આલ્બાનો એન્ડ્રેડ ૧૦૯ વર્ષનો છે, જ્યારે તેનો નાનો ભાઈ આલ્બર્ટો ૧૦૭ વર્ષનો છે. તેઓ પોર્ટુગલમાં સાન્તા મારિયા દા ફિરામાં રહે છે. ૨ એપ્રિલ સુધીમાં તેમની સંયુક્ત ઉંમર અવિશ્વનીય રીતે ૨૧૬ વર્ષ અને ૨૩૦ દિવસ હતી. એમ કહી શકો કે શનિ ગ્રહ અને નેપ્ચ્યૂનને સૂર્યની પરિક્રમા કરતાં જેટલો સમય લાગે એના કરતાં પણ વધારે સમય!  આલ્બાનો અને આલ્બર્ટોનો જન્મ પોર્ટુગલમાં તેમના બાપ -દાદાના ઘરમાં જ થયો હતો અને હાલમાં પણ તેઓ તેજ ઘરમાં પોતાનું જીવન સુખપૂર્વક અને આનંદથી પસાર કરી રહ્યા છે. આલ્બાનોનું કહેવું છે કે, હંમેશાં અમે સાથે જ રહ્યા છીએ અને જીવીએ ત્યાં સુધી સાથે જ રહીશું. યુવા અવસ્થામાં બંનેએ સાથે મળીને એક બેન્ડ પણ બનાવ્યું હતું અને દેશભરનો પ્રવાસ ખેડયો હતો.

એ દિવસોને યાદ કરતા આલ્બનો કહે છે કે હું તે સમયે બેન્ડમાં સેક્સોફોન વગાડતો હતો અને જ્યારે ઘેર હોઉં ત્યારે નવરાશના સમયમાં વાયોલિન પર હાથ અજમાવતો. આલ્બર્ટો પણ યાદોને વાગોળતાં આગળ જણાવે છે, હું પણ સેક્સોફોનની ધૂન પર લોકોને ડોલાવતો હતો. મારા હાથમાં સેક્સોફોન આવે એટલે મારી આંગળીઓ આપોઆપ તેના પર ફરીને સૂરો રેલાવતી. તેમને લાંબા આયુષ્યનું રહસ્ય પૂછયું તો આલ્બાનોએ કહ્યું, વધારે પડતું ન ખાઓ, દારૂ – મદિરાથી દૂર રહો અને બધા સાથે સારી રીતે રહો. આટલાં વર્ષ પસાર કરવા છતાં તેઓ હજી પણ ભગવાન પાસે વધુ જીવનની પ્રાર્થના કરે છે. તેમનું કહેવું છે કે હજી થોડું વધારે જીવવું છે અને જીવનનો આનંદ માણવો છે. જોકે આલ્બાનો અને આલ્બર્ટો હજી પણ ૧૧૬ વર્ષ અને ૫૪ દિવસની સૌથી વૃદ્ધ વ્યક્તિ (પુરુષ)નો રેકોર્ડ તોડવામાં થોડાક પાછળ છે. બંને એ રેકોર્ડ તોડવાની ઈચ્છા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન