Two children were electrocuted in Viramgam before Uttarayan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઉત્તરાયણ પહેલા આંખ ઉઘાડતી ઘટના, એક પતંગ બન્યો બે સગા ભાઇઓના મોતનું કારણ

ઉત્તરાયણ પહેલા આંખ ઉઘાડતી ઘટના, એક પતંગ બન્યો બે સગા ભાઇઓના મોતનું કારણ

 | 8:11 pm IST
  • Share

કોરોના (Corona)ના કારણે ઉત્તરાયણ (Uttarayan)ને લઈને કડક નિયમો સરકારે બનાવી દીધા છે, બીજી બાજુ મકરસંક્રાંતિ પર્વ (Makar Sankranti festival)પર રસ્તા વચ્ચે દોડતા લોકોના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રસ્તાઓ પર પતંગ ચગાવવી અને પતંગ લૂંટવા દોડાદોડી કરવા પર જાહેરનામું (Notifications) પ્રસિદ્ધ કરી પોલીસ તંત્રે પ્રતિબંધ લગાડ્યો છે. તેમ છતાં કેટલાક લોકો જાહેરનામાની અવગણના કરી રહ્યાં છે. ત્યારે શહેરમાં કેટલાક લોકો પતંગ લૂંટવામાં પોતાની જિંદગી પણ ગુમાવી રહ્યા છે. ત્યારે વિરમગામમાં એક કરૂણ ઘટના બની છે જેમા પતંગ લૂંટવામાં 2 ભાઈઓના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિરમગામ શહેરમા પતંગ લૂટવા જતા વીજ શોક લાગતા બે સગાભાઇના મોત નિપજ્યા છે. વિરમગામ શહેરની નૂરી સોસાયટી વિસ્તારમા આ કરૂણ ઘટના બની છે. જેમા નૂરી સોસાયટીના બીજા માળે ધાબા પરથી લોખંડની પાઇપથી પતંગ પકડવા જતા આ બંન્ને બાળકોને વીજશોક લગ્યો હતો જેથી ઘટનાસ્થળે જ બંન્નેના મોત નિપજ્યા હતા.

મૃતક બંન્ને ભાઇઓના નામ મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા ઉ.વ -17 અને મુજંમીર જાવીદભાઇ મીરઝા ઉ.વ.-18 છે. બે સગાભાઇઓના મોતથી પરીવારમા સહિત આખા વિસ્તારમાં માતમ છવાઇ ગયો છે.

આ મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વિરમગામ શહેરમા નૂરી સોસાયટી વિસ્તારના બીજા માળના ધાબાની બાજુમાંથી હેવી વીજ લાઇન પસાર થાય છે અને આ બંન્ને બાળકો તેના પરથી ફસાયેલો પતંગ નિકાળી રહ્યા હતા અને દરમિયાન એક ભાઇને કરંટ લાગ્યો હતો જેથી બીજો ભાઇ તેને બચાવવા ગયો અને તેને પણ જીવ ગુમાવ્યો હતો. હાલમાં બંન્ને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ : ચાઈનીઝ તુક્કલનુ વેંચતી ઈ કોમર્સ વેબસાઈટ વિરુદ્ધ સાયબર ક્રાઇમના પગલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન