Two Criminals Robbery with Woman in Pandav Nagar Delhi
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ઓફિસથી ઘરે આવી રહેલી યુવતી સાથે નરાધમોએ કર્યું કંઈક આવું

Video: ઓફિસથી ઘરે આવી રહેલી યુવતી સાથે નરાધમોએ કર્યું કંઈક આવું

 | 5:58 pm IST

દેશની રાજધાની દિલ્હીમાં ગુનાહિત ઘટનાઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. દૈનિક ધોરણે કોઈ ન કોઈ આપરાધિક ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં વધુ એક ઘટના સામે આવી છે. જે પૂર્વી દિલ્હીના પાંડવ નગર ક્ષેત્રની છે.

પાંડવ નગરમાં દિવસ દરમિયાન બદમાશોએ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી એક યુવતીનું ગળું દબાવી લૂટફાટ કરી. આ ઘટના યુવતીના ઘરથી થોડી જ દૂર બની છે જેના કારણે ત્યાં સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ 32 વર્ષની સતેંદ્ર કૌર ગુરુગ્રામમાં એક એમએનસી કંપનીમાં કામ કરે છે. ગુરુવારે જ્યારે તે કેબથી ઇસ્ટ વિનોદના ગુરુદ્વારા નજીક ઉતરી અને ઘર તરફ જવા લાગી તો બે ઇસમોએ તેનો પીછો કર્યો અને પછી ગળું દબાવી દીધું.

ગળું એટલું જોરથી દબાવ્યું કે સતેંદ્ર કૌર રોડ પર પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. ત્યાર બાદ બદમાશોએ તેનો આઈફોન, પર્સ અને અન્ય કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા. ઘટના જ્યારે બની ત્યારે ત્યાંથી બે નાના બાળકો ટ્યૂશન જઈ રહ્યા હતા. આ બનાવ જોઈ તે પણ ગભરાઈ ગયા. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેની એક ફૂેટેજ વાયરલ થઈ છે. જોકે સ્થાનિક પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન