શ્રીદેવીના નિધન પર પોક મૂકીને રડી રહેલી રાખી સાવંતએ ધામધૂમથી કરી હોળીની ઉજવણી - Sandesh
  • Home
  • Photo Gallery
  • શ્રીદેવીના નિધન પર પોક મૂકીને રડી રહેલી રાખી સાવંતએ ધામધૂમથી કરી હોળીની ઉજવણી

શ્રીદેવીના નિધન પર પોક મૂકીને રડી રહેલી રાખી સાવંતએ ધામધૂમથી કરી હોળીની ઉજવણી

 | 4:22 pm IST

બોલિવૂડ સ્ટાર ધીમે ધીમે શ્રીદેવીના મૃત્યુનાં દુઃખમાંથી બહાર આવી રહ્યા છે. બે દિવસ પહેલાં રાખી સાવંતએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળીને દુખી દેખાતી હતી. વીડિયોમાં તે અભિનેત્રીના નિધન પર ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. હવે રાખી પોતાના મિત્રોની સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. તેને જોઈને એવુ લાગી રહ્યું છે કે તે શ્રીદેવીના નિધનના આઘાતમાંથી બહાર આવી ગઈ છે. તેમજ કેટલાંક ટીવી સ્ટાર્સ પણ આ ફોટોમાં દેખાય રહ્યા છે. રાખી સાવંતએ હોળી પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના મિત્રોની સાથે સેલિબ્રેશન કરતી જોવા મળી રહી છે. હોળીના સેલિબ્રેશન માટે રાખી સાવંત સફેદ રંગનાં આઉટફિટમાં જોવા મળી રહી છે. જેના પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું.