two dogs attacking a monitor lizard in uttarakhand video viral
  • Home
  • Featured
  • બે અપલખણા કૂતરાએ ઘો પર કર્યો ખતરનાક હુમલો, વીડિયો જોઈ તમારી આંતરડી કકડી ઉઠશે!

બે અપલખણા કૂતરાએ ઘો પર કર્યો ખતરનાક હુમલો, વીડિયો જોઈ તમારી આંતરડી કકડી ઉઠશે!

 | 6:08 pm IST

કૂતરા અને ઘોનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવું જોવા મળે છે કે એક ઘો ઝાડ પર ચઢી રહી છે ત્યારે બે કૂતરા આવે છે અને ઘોની પૂંછડી ખેંચી તેને નીચે લઈ જવાનો પ્રયાસ કરે છે. બીજી બાજુ ઘો તેના સંપૂર્ણ જોસ સાથે ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ કૂતરો તેને પકડે છે અને તેને ઝાડની નીચે ખેંચે છે. અને ગરોળી સીધી ઝાડથી નીચે જમીન પર પડે છે.

આ વીડિયો ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કૂતરાઓ ઘોને કેવી રીતે ઘેરે છે અને ખલેલ પહોંચાડે છે તે જોઈને કોઈને પણ દિલમાં લાગણી અનુભવાય અને આંતરડી કકડી ઉઠે એવું છે. જોઈ શકાય છે ખતરનાક ઘો પણ બંને બાજુથી કુતરાઓને ટક્કર આપી રહી છે. પરંતુ સારી વાત એ છે કે ઘો કંઈ પણ કરીને આ બંને કૂતરાઓનો શિકાર થતાં છટકી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન