એરટેલ અને જીયોઃ સરખા બે પ્લાન, જાણો કોની છે ઊંચી ઊડાન - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એરટેલ અને જીયોઃ સરખા બે પ્લાન, જાણો કોની છે ઊંચી ઊડાન

એરટેલ અને જીયોઃ સરખા બે પ્લાન, જાણો કોની છે ઊંચી ઊડાન

 | 3:29 pm IST

ભારતી એરટેલ રૂ. 549 અને રિલાયન્સ જિયોએ રૂ 509ના પ્લાનની ઓફર મુકી છે. એરટેલનો રૂ. 549નોં પ્લાન બધા જ પ્રીપેડ ગ્રાહકો માટે છે અને 28 દિવસની વેલિડિટી ધરાવે છે તથા દરરોજ 3જીબી ડેટા આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો 84 જીબી ડેટા સમગ્ર વેલિટિડીમાં  મળી રહેશે.

એરટેલ આ પ્લાનમાં હવે 3જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ તથા દૈનિક 100 એસએમએસની ઓફર કરે છે. જ્યારે રિલાયન્સ જીયોના પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા અને કોલિંગ તથા એસએમએસની સુવિધા મળે છે.

જીયો અગાઉ આ જ પ્લાનમાં 49 દિવસ માટે દૈનિક 2જીબી ડેટા આપતું હતું, પરંતુ તેમાં હવે ફેરફાર કરાયો છે અને હવે તે એરટેલ જેવો જ થઈ ગયો છે. એરટેલે 2017માં આ પ્લાન અપડેટ કરી દૈનિક 2.5 જીબી ડેટા વધારી દૈનિક 3જીબી કર્યો છે. જોકે બંને પ્લાનની વેલિડિટી 28 દિવસની જ છે.  જીયોની સરખામણીએ એરટેલનો પ્લાન સહેજ સસ્તો છે.

જીયો પાસે છોટા રિચાર્જ માટે રૂ. 19, રૂ. 52 અને રૂ. 98ના પ્લાન પણ છે. એક દિવસ વેલિડીટિ ધરાવતા રૂ. 19ના પ્લાનમાં 0.15જીબી ડેટા મળે છે. રૂ. 52ના સાત દિવસના પ્લાનમાં 1.05જીબી તથા 14 દિવસના રૂ. 98ના પ્લાનમાં 2.1જીબી ડેટાની સાથોસાથ અનલિમિટેડ કોલ, જીયો એપ્સમાં સબ્સક્રિપ્શન અને એસએમએસના લાભ મળે છે.