Two Faces Child Born in Jamnagar. Doctors are confused with this strange case
  • Home
  • Featured
  • જામનગરમાં બે મોઢાવાળા બાળકના જન્મથી ડોકટરોમાં સર્જાયું આશ્ચર્ય, જાણો બાળકની શું છે ખાસિયતો?

જામનગરમાં બે મોઢાવાળા બાળકના જન્મથી ડોકટરોમાં સર્જાયું આશ્ચર્ય, જાણો બાળકની શું છે ખાસિયતો?

 | 3:02 pm IST

આપણી આસપાસ એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે જેને સાંભળી કે જોઇને આપણને કૌતુક થાય છે. હાલ જામનગરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમને પણ નવાઇ લાગશે. હા.. જામનગરમાં બે મુખવાળા બાળકનો જન્મ થયો છે. આ ઘટનાને જોઇને સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ કૌતુકમાં મૂકાયા હતા.

આ કિસ્સા વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં એક મહિલાને સરકારી હોસ્પિટલમાં ડિલેવરી માટે લવાયા હતા, જ્યાં તેમને સરકારી હોસ્પિટલમાં બે મુખવાળા બાળકનો જન્મ આપ્યો હતો. આ દ્રશ્ય જોઇને સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ કૌતુકમાં મૂકાયા હતા.

સામાન્ય રીતે રાજ્યભરમાં આવા રેર કેસો સામે આવતા હોય છે, પરંતુ મોટા ભાગના કેસોમાં સમય જતાં બાળકોના મોત થતા હોય છે. પરંતુ જામનગરમાં પ્રકાશમાં આવેલો કિસ્સો અનેરો છે. મહિલાએ બે મુખવાળા બાળકોને જન્મ આપ્યા બાદથી બન્ને બાળકોનું સ્વાસ્થ્ય નોર્મલ છે. માતાએ જન્મ આપેલ બાળક બંને મુખેથી માતાનું દૂધ પી શકે છે.

બાળકના જન્મથી અને સ્વાસ્થ્ય નોર્મલ હોવાથી ડોક્ટરોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. મજાની વાત તો એ છે કે બાળક જ્યારે રડે છે ત્યારે બન્ને મુખેથી રડે છે. અને તેનો અવાજ પણ બન્ને મુખેથી આવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ડોક્ટરોમાં કૌતુકમાં મૂકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન