Two fraudsters have cheated the manager of the bank about Rs. 8 lakhs
  • Home
  • Ahmedabad
  • બેંક મેનેજર બન્યો છેતરપિંડીનો શિકાર, મોડસ ઓપરેન્ડી જાણી તમે પણ માથું ખંજવાળશો

બેંક મેનેજર બન્યો છેતરપિંડીનો શિકાર, મોડસ ઓપરેન્ડી જાણી તમે પણ માથું ખંજવાળશો

 | 4:27 pm IST

સામાન્ય રીતે રાજ્ય સહીત શહેરમાં દિવસેને દિવસે બેંક સાથે છેતરપીંડી કરવાના કીસ્સામાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે ઠગોએ બેન્કના મેનેજરને જ પોતાનો નિશાનો બનાવી આશરે 8 લાખ 23 હજર રૂપિયાની છેતરપીંડી આચરી છે.

એસ.જી હાઇવે પર આવેલી એસબીઆઈ બેન્કના બ્રાંચ મેનેજર તરીકે તિલકરાજ ફરજ બજાવે છે. ગત સપ્તાહે તેમના મોબાઈલ પત એક કોલ આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે હું લેન્ડમાર્ક પ્રાઈવેટ કંપનીમાંથી બોલું છુ. મારા પાસે એક ચેક છે. અને આ ચેકની એફ ડી કરાવી છે. અને અર્જન્ટ મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા છે. હું મારી ચેક બુકની રીક્વેસ્ટ મેલ કરું છે. સાંજે પાચ વાગે હું તમારી બ્રાંચ પર રૂબરૂ આવું છે. એસબીઆઈ બેન્કના બ્રાંચ મેનેજર તિલકરાજ ઠગોની વાતોમાં આવી ગયા હતા અને તીલકરાજે ઠગના ખાતામાં 8.23 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

બ્રાંચ મનેજરે જેવા ઠગના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા જ ઠગે પોતે અન્ય નોસદ આલમ નામના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ તિલક રાજે ક્રોસ ચેક કરતા તેમના જાણ થઈ કે જેને ફોન કર્યો છે તેવો કોઈ વ્યક્તિ અમદાવાદની આ કંપનીમાં નથી જેથી ઠગનો શિકાર થયેલા એસબીઆઈના મેનેજરે વસ્રાપુર પોલીસમાં આ સમગ્ર બનાવની જાણ કરી હતી અને ઠગ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન