અમેરિકામાં બે ગુજરાતીઓની હત્યા, માયામી ફરવા ગયેલા કામિલ પટેલને મોત મળ્યું - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમેરિકામાં બે ગુજરાતીઓની હત્યા, માયામી ફરવા ગયેલા કામિલ પટેલને મોત મળ્યું

અમેરિકામાં બે ગુજરાતીઓની હત્યા, માયામી ફરવા ગયેલા કામિલ પટેલને મોત મળ્યું

 | 10:30 am IST

અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમેરિકામાં બે અલગ અલગ વિસ્તારમાં બે ગુજરાતીઓની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જેમાં માયામી ફરવા ગયેલા કામિલ પટેલને ગોળીએ વિંધી દેવાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ સામે સરકાર નક્કર પગલાં ભરે તેવી માંગણી ઉઠવા પામી છે.
અમેરિકાના ફ્લોરિડામાં માયામી બીચ પર ફરવા ગયેલા કામિલ પટેલ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓનો વરસાદ કરી પલાયન થઈ ગઈ ગયા હતા. જેમાં કામિલ પટેલનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ઓહાયોમાં પણ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ઓહાયોમાં કરૂણાકર કૈમલોટ ડ્રાઈવ સ્થિત જિફ્કી માર્ટમાં ખરીદી માટે ગયા હતા. ત્યાં તેમને નિશાન બનાવાયા હતા. બે લૂંટારુંઓ કરૂણાકરને ગોળી મારી નાસી છૂટ્યા હતા.

અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાના બનાવમાં તાજેતરના સમયગાળામાં ભારે વધારો થયો છે. જેને પગલે સરકાર આ મામલે યોગ્ય રજૂઆત કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

બેવડી હત્યાના આ બનાવોમાં પોલીસે હત્યારાને શોધવા માટે 5 હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. જો કે અતિ વિકસિત ગણાતા અમેરિકામાં પણ હજી હત્યારા પોલીસની પહોંચથી બહાર, ખુલ્લામાં ઘૂમી રહ્યાં છે.