ફ્લોરિડા અને ઓહાયોમાં બે ગુજરાતીની ગોળી મારી હત્યા - Sandesh
  • Home
  • Nri
  • ફ્લોરિડા અને ઓહાયોમાં બે ગુજરાતીની ગોળી મારી હત્યા

ફ્લોરિડા અને ઓહાયોમાં બે ગુજરાતીની ગોળી મારી હત્યા

 | 8:55 pm IST

અમેરિકામાં ગુજરાતી યુવકો ઉપર જીવલેણ હૂમલાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે. ફ્લોરિડા અને ઓહાયોમાં બનેલા બે બનાવમાં અજાણ્યા હૂમલાખોરોએ બે ગુજરાતીઓને નિશાન બનાવી ગોળી મારી હત્યા કરી છે. બંને બનાવમાં હૂમલાખોરો ફરાર થઈ ગયા છે જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અમેરિકાના ફ્લોરિડામાં માયામી બીચ ઉપર ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા પટેલ યુવકની કોઈ અજાણ્યા હૂમલાખોરે ગોળી મારી હત્યા કરી છે. મૃતક યુવકનું નામ કામિલ પટેલ છે અને તે વિલિયમ્સવીલે ઈસ્ટ હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ હતો. કામિલ પટેલ (ઉ.૨૯) ટેક્સાસથી માયામી આવ્યો હતો અને ગર્લફ્રેન્ડ સાથે માયામી બીચ ઉપર હતો ત્યારે અજાણ્યા હૂમલાખોરે નિશાન બનાવી ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા કામિલનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસે હત્યારાની માહિતી આપનારને પાંચ હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

હૂમલાનો બીજો બનાવ ઓહાયોમાં બન્યો હતો. જેમાં કૈમલોટ ડ્રાઈવ સ્થિત જિફ્ફી માર્ટમાં રાત્રે ૧૦ વાગ્યે કરૃણાકર કરંગલ કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન અજાણ્યા હૂમલાખરો ઘસી આવ્યા હતા અને બે લૂંટારૃઓએ ફાયરિંગ કરતાં કરૃણાકર (ઉ.૫૩)નું મોત નિપજ્યું હતું. હૂમલામાં હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી. છાશવારે બનતા હૂમલાથી ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.