two indian children earn money in america know by mining crypto currency
  • Home
  • Business
  • આ ભારતીય ભાઈ-બહેન USમાં કમાય છે અધધધ રૂપિયા, જાણો શું કરે છે

આ ભારતીય ભાઈ-બહેન USમાં કમાય છે અધધધ રૂપિયા, જાણો શું કરે છે

 | 8:02 pm IST
  • Share

  • અમેરિકાના ટેક્સાસમાં રહે છે ઈશાન અને અનન્યા
  • ક્રિપ્ટોકરન્સી માઈનિંગથી કમાય છે લાખો રૂપિયા
  • એપ્રિલ 2021માં ખોલી હતી કંપની


અમેરિકામાં 2 ભારતીય બાળકોની ભાઈ બહેનની જોડીએ અલગ ઓળખ બનાવી છે. ક્રિપ્ટો કરન્સીના માઈનિંગથી તે લગભગ 27 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યા છે. આ માટે તેઓએ એક કંપની પણ ખોલી છે. 14 વર્ષના ઈશાન અને 9 વર્ષની બહેન અનન્યા ઠક્કરે આ અલગ બિઝનેસ શરૂ કર્યો છે.

શું કરવાની ઈચ્છા ધરાવે છે આ ભાઈ બહેન

ઈશાન હાઈસ્કૂલમાં ભણે છે અને યૂપીએનમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છે છે. બહેન અનન્યા ચોથા ધોરણમાં છે અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ભણવા ઈચ્છે છે. જ્યાં રજામાં બાળકો રમવામાં સમય પસાર કરે છે ત્યાં આ બાળકો બિટકોઈન અને એથેરિયમ જેવા ક્રિપ્ટો કરન્સીની માઈનિંગ કરે છે.

youtubeથી શીખ્યા માઈનિંગ

ઈશાને એલિયનવેર કમ્પ્યુટરને ગ્રાફિક કાર્ડના ઉપયોગથી ઈથર માઈનિંગ રિંગમાં ફેરવ્યું જેથી ક્રિપ્ટો કરંસીની હાઈ ફાઈ સાઈટ ચલાવવામાં તેમને તકલીફ ન થાય. તેઓએ આ જાણકારી યૂટ્યૂબથી મેળવી હોવાનું જણાવ્યું છે.

2021માં ખોલી પોતાની કંપની

બંને ભાઈ બહેને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવાની શરૂઆત એપ્રિલ 2021માં કરી. પહેલી વાર પહેલી કમાણી 3 ડોલર એટલે કે 225 રૂપિયાની કરી. એક મહિનામાં જ તેઓ 1000 ડોલર કમાઈ ગયા. 2021માં કંપની ફ્લિકર ટેક્નોલોજીઝ શરૂ કરી અને બિઝનેસને આગળ વધાર્યો. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બંને પાસે 97થી વધુ પ્રોફેસર છે અને તેમને દરેક સેકંડના 10 મિલિયનથી વધારે અલ્ગોરિધમ બનાવવામાં મદદ કરે છે. આ બિઝનેસમાં તેમની આવક 27 લાખ રૂપિયા મહિનાથી વધારે હોવાનું અનુમાન છે. બંને બાળકો આ કમાણીને અભ્યાસમાં ખર્ચ કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો