Two Indian Players Injured During Practice Session
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: ભારતને મોટો ફટકો, 2 ખેલાડી ઇજાગ્રસ્ત- એકનાં મોઢામાંથી નીકળ્યું લોહી

વર્લ્ડ કપ: ભારતને મોટો ફટકો, 2 ખેલાડી ઇજાગ્રસ્ત- એકનાં મોઢામાંથી નીકળ્યું લોહી

 | 11:06 pm IST

30 મેથી શરૂ થનારા વિશ્વ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે કે બે ખાસ ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આમાં પહેલું નામ ઑપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે, જ્યારે બીજુ નામ ઑલરાઉન્ડર વિજય શંકરનું છે. ભારતીય ટીમે વિશ્વ કપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ શનિવારનાં કેનિંગ્ટન ઑવલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે, જ્યારે બીજી મેચ 28 મેનાં બાંગ્લાદેશ સામે રમશે.

આ પહેલા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર આવવાનાં શરૂ થઈ ગયા છે. પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કૉચ સંજય બાંગર તેમને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા ત્યારે એક શૉર્ટ પિચ બૉલ ઝડપથી હેલમેટ પર લાગ્યો હતો. જેના કારણે તેના હોઠોથી લોહી નીકળવા લાગ્યું હતુ. ત્યારબાદ તે નેટ્સમાંથી બહાર જતો રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શિખર ધવન અત્યારે સ્વસ્થ છે.

બીજી તરફ ઑલરાઉન્ડર વિજય શંકર ટ્રેનિંગ સેશન દરમિયાન પોતાના જમણા હાથે ઈજા કરી બેઠો છે. શંકર જ્યારે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેના હાથ પર ઇજા થઈ હતી. ઇજા થયા બાદ પીડાથી પરેશાન જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે ટીમનાં ફિઝિયોની મદદ લેવી પડી હતી. ઇજા થયા બાદ શંકર નેટ્સમાંથી જતો રહ્યો હતો. ભારતે 5 જૂનનાં પોતાની પહેલી મેચ રમવાની છે. શિખર ધવનનો રેકૉર્ડ વિદેશમાં સારો છે અને તે મોટી ટૂર્નામેન્ટનો ખેલાડી ગણાય છે. તો વિજય શંકર પહેલીવાર વર્લ્ડ કપ રમી રહ્યો છે.

વર્લ્ડ કપની શરૂઆત 30 મેથી થઈ રહી છે. જેમાં યજમાન ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે લંડનનાં ધ ઑવલ ગ્રાઉન્ડ પર ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન