માલદીપ સંકટ: બે 'ભારતીય' પત્રકારની ધરપકડ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • માલદીપ સંકટ: બે ‘ભારતીય’ પત્રકારની ધરપકડ

માલદીપ સંકટ: બે ‘ભારતીય’ પત્રકારની ધરપકડ

 | 10:21 pm IST

માલદીવ સંકટમાં બે ‘ભારતીય’ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. એનએનઆઈની રિપોર્ટ મુજબ અમૃતસરના મની શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રાવજી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમને માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

માલદીવ સુપ્રીમ કોર્ટે વિપક્ષના 9 નેતાઓની મુક્તિનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ યામીને સરકારના આ આદેશને માનવાની ના પાડી દીધી હતી. રાષ્ટ્રપતિએ માલદીવમાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ્લા સઈદ અને અન્ય એક જજ અલી હમીદની પણ ધરપકડ કરવામાં આવી છે.

સરકારના દબાણથી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય બદલો પડ્યો. ભારત અને ચીન બંને માટે માલદીવ સંકટ ખુબ મહત્વ ધરાવે છે. બંને દેશોની નજર આ ઘટનાક્રમ પર લાગેલી છે. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન માલદીવ રાજનીતિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

બીજી તરફ ચીનનું કહેવું છે કે માલદીવમાં ચાલી રહેલા રાજનીતિક સંકટના ઉકેલ માટે ભારતના સંપર્કમાં છે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા માલદીવના સાંસદ અલી ઝહીરે કહ્યું કે ‘હવે અહીં પ્રેસની સ્વતંત્રતા રહી નથી. ગત રાત્રે એક ટીવી ચેનલ બંધ કરી દેવામાં આવી. અમે તેમની મુક્તિ અને દેશમાં લોકતંત્રની બહાલીની માંગણી કરીએ છીએ.’

હાલમાં ભારતનો પાડોશી દેશ માલદીવ રાજનીતિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ચીને કહ્યું કે અમે આ મુદ્દા પર ભાર સામે વધુ એક ટક્કર લેવા માંગતા નથી. ચીને પહેલા જ પણ કીધું હતું કે માલદીવ પોતાના આંતરિક સંકટનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે અન્ય કોઈ બાહ્ય પક્ષોએ તેમાં દખલ ન કરવી જોઈએ.