NIFTY 9,422.15 -7.30  |  SENSEX 30,455.10 +20.31  |  USD 64.7500 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હઝરત નિઝામુદ્દીનના પાક. ગયેલા બે મોલવી-ખાદિમ ભારત રિટર્ન

હઝરત નિઝામુદ્દીનના પાક. ગયેલા બે મોલવી-ખાદિમ ભારત રિટર્ન

 | 12:53 pm IST

પાકિસ્તાનમાં લાપતા થયેલા હઝરત નિઝામુદ્દીન દરગાહના બે મોલવી-ખાદિમ આસિફ નિઝામી અને નજીમ નિઝામી ભારત સહી-સલામત પાછા આવી પહોંચ્યા છે. બંને મોલવી-ખાદિમ લાપતા થતાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તંગદિલી છવાઈ ગઈ હતી.

આસિફ નિઝામી 80 વર્ષના છે તેઓ હઝરત નિઝામુદ્દીન દરગાહના સજ્જાદાનશીન છે. બહેનને મળવા ભત્રીજા નાજીમ અલી નિઝામી સાથે તેઓ આઠમી માર્ચે પાકિસ્તાન ગયા હતાં. પરંતુ બંને જણાંને લાપતા થઈ ગયા હોવાનું કહેવાતું હતું.

અગાઉ બંને જણાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની અટકાયતમાં હોવાના અહેવાલ મળ્યા હતાં. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે પણ બંને મોલવી-ખાદીમની અપહરણ પાઠળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

તેમણે આ અંગે જણાવ્યું હતું કે દિલ્હીમાં બંને મોલવી-ખાદિમ સુરક્ષિત છે અને સોમવારે દિલ્હી પરત આવી જશે. પાકિસ્તાની શનિવારે ભારતને જાણ કરી હતી કે બંને મોલાના-ખાદિમ સુરક્ષિત છે અને કરાચી પહોંચી ગયા છે.

1