UP પોલીસની શરમજનક કરતૂત, માત્ર 100 રૂ. માટે બે મજૂરોને ઢોર માર મારી મોતને ઘાટ પહોંચાડ્યા - Sandesh
  • Home
  • India
  • UP પોલીસની શરમજનક કરતૂત, માત્ર 100 રૂ. માટે બે મજૂરોને ઢોર માર મારી મોતને ઘાટ પહોંચાડ્યા

UP પોલીસની શરમજનક કરતૂત, માત્ર 100 રૂ. માટે બે મજૂરોને ઢોર માર મારી મોતને ઘાટ પહોંચાડ્યા

 | 12:01 pm IST
  • Share

ઉત્તરપ્રદેશના મૈનપુરીના કોસમામાં પોલીસની પીટાઈથી બે યુવકોના મોત બાદ હોબાળો મચી ગયો છે. યુવકોના પરિવારજનોએ પોલીસ પર વસૂલી માટે બંને યુવકોને ઢોર માર મારીને મોતને ઘાટ પહોંચાડી દેવાનો આરોપ લગાવ્યો છે. આક્રોશમાં આવી ગયેલા પરિવારજનોએ હાઈવે જામ કરી નાખ્યો હતો. હોબાળા બાદ એસી દેવરંજન વર્માએ કોસમા પોલીસ ચોકી ઈન્ચાર્જ સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ પાંચ પોલીસકર્મીઓ સહિત કુલ આઠ લોકો સામે હત્યા, ગેરકાયદેસર વસૂલી, મારપીટના ગુના હેઠળ કેસ નોંધાયો છે. જેમાંથી એક ઈટની ભટ્ઠીનો માલિક છે.

બનાવની વિગત એવી છે કે શુક્રવારની સવારે પોલીસ ગાડીઓ ચેક કરી રહી હતી. આ દરમિયા ટ્રેક્ટર-ટ્રોલી પર ઈંટ લાદીને લઈ જતા પંકજ યાદવ અને દિલીપ યાદવ પણ ત્યાં પહોંચ્યા હતાં. પંકજના પિતા અમર સિંહનો આરોપ છે કે ત્યાં વસૂલી કરી રહેલા પોલીસકર્મીઓએ બંને યુવકોએ રૂપિયા ન આપતા ઢોર માર માર્યો અને મોત બાદ તેમના મૃતદેહોને તળાવમાં ફેંકી દીધા. પરિજનોએ પોલીસ પર રૂપિયા માટે હત્યાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો. તથા ગુસ્સે ભરાયેલા ટોળાએ એક પોલીસકર્મીનું માથું પણ ફોડી નાખ્યું.

આ બાજુ કોસમા પોલીસ ચોકીના પ્રભારી ઉદયવીર સિંહનું કહેવું છે કે ચેકિંગથી બચવા માટે બંને યુવકો ભાગી રહ્યાં હતાં અને તે દરમિયાન તેઓ તળાવમાં ડૂબીને મરી ગયા. જો કે મોડી સાંજે આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટે આ દાવાને ખોટો પાડ્યો છે કારણ કે રિપોર્ટમાં યુવકોના મોતનું કારણ ડૂબવાની જગ્યાએ પીટાઈ દર્શાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો