પાણીમાં બે સાપની આવી ખતરનાક ફાઈટ તમે ક્યારેય નહીં જોઈ હોય! VIDEO જોઈ લોકો ચોંકી ગયા!
સોશિયલ મીડિયા પર બે સાપનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તમે ઈન્ટરનેટ પર ઘણા વીડિયો જોયા હશે કે જેમાં સાપ ઘરમાં ઘુસતો હોય, અથવા સાપ વચ્ચેની લડાઈ હોય. એ જ રીતે આ વીડિયોમાં પણ બે સાપ પાણીમાં લડી રહ્યા છે જે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં બે પાસ લડી રહ્યા છે. ટ્વિટર પર વીડિયો સુશાંત નંદાએ શેર કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, બે પાસ રસ્તા કિનારે પાણીમાં લડી રહ્યા છે. તે લડતાં લડતાં રસ્તા પર ઉતરી જાય છે અને ત્યાં પણ લડાઈ શરૂ જ રાખે છે. બન્ને એકબીજાને લપેટાઈ જાય છે અને એક બીજા યુદ્ધ કરવાનું શરૂ કરે છે. આ બન્ને સાપને રેટ સ્નેક કહેવામાં આવી રહ્યા છે. સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું કે, રેટ સ્નેક પ્રભૂત્વ માટે લડાઈ કરે છે. આ બન્ને સાપ પોતાના ક્ષેત્રને પરિભાષિત કરવા અને પોતાના સાથીની રક્ષા કરવા માટે લડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન