કુહાડી સાથે ઓફિસમાં આવેલા બે લૂંટારૂઓએ ચલાવી રૂ.40,000ની લૂંટ, ઘટના CCTVમાં કેદ

130

 

અમદાવાદમાં એક પેટ્રોલ પંગ ઉપર લૂંટ બનાવ સામે આવ્યો છે. આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવેલા બે લૂંટારૂઓએ રૂ.40,000ની લૂંટ ચલાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે બે બદમાશોએ પેટ્રોલપંપની રેકી કહી હતી પછી ત્યારબાદ સીસીટીવી કેમેરાને ખરાબ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

સીસીટીવમાં જોવા મળે છે તેમ બંને બુકાની ધારી લૂંટારૂઓ કુહાડી લઈને પેટ્રોલપંપની ઓફિસમાં આવ્યા હતા. જ્યારે એક લૂંટારૂએ ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ કેબિનમાં બેઠેલા મેનેજરને બંને બદમાશો કુહાડી બતાવીને ધમકાવે છે. બેમાંથી એક શખ્શ બોક્સ જેવી વસ્તુ પણ મેનેજરને મારતો સીસીટીવી નજરે દેખાય છે. થોડી રકજકબાદ બંને શખ્શો મેનેજરને નીચે પાડી દે છે અને કાઉન્ટરમાંથી રૂ.40,000 લઇ ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો છે.