Two matches today in T-20 World Cup, see who will clash?
  • Home
  • Sports
  • Cricket
  • T-20 World Cup માં આજે બે મુકાબલા, જુઓ કોણ કોણ ટકરાશે ?

T-20 World Cup માં આજે બે મુકાબલા, જુઓ કોણ કોણ ટકરાશે ?

 | 1:11 pm IST
  • Share

ટી-20 વર્લ્ડ કપ 2021માં પાપુઆ ન્યૂ ગિની વિરૂદ્ધ સ્કોટલેન્ડ અને ઓમાન વિરુદ્ધ બાંગ્લાદેશ આજે સામ સામે ટકરાશે. પાપુઆ ન્યૂ ગિનીને પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સ્કોટલેન્ડે જીત સાથે શરૂઆત કરી હતી. બીજી બાજુ ઓમાને પણ જીત સાથે શરૂઆત કરી હતી. જ્યારે બાંગ્લાદેશને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સિવાય વિમેન્સ બિગ બેશ લીગમાં 2 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ મેલબોર્ન સ્ટાર્સ વિરુદ્ધ હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમાશે અને બીજી મેચ બ્રિસ્બેન હીટ વિરુદ્ધ પર્થ સ્કોર્સ વચ્ચે રમાશે. ડેન્માર્ક વિ ઇટાલી અને જર્મની વિ જર્સી મંગળવારે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ યુરોપ રિજનલ ક્વોલિફાયર્સમાં રમાશે.

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ સબ રિજનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ એમાં આજે 4 મેચ રમાશે. આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ અમેરિકા રિજનલ ક્વોલિફાયરમાં બ્રાઝિલ વિરૂદ્ધ યુએસ અને આર્જેન્ટિના વિરૂદ્ધ કેનેડા વચ્ચે રમાશે. નેશનલ ક્રિકેટ લીગમાં રમાઈ રહેલી 4 મેચોનો આજે ત્રીજો દિવસ છે. સીએસએ પ્રાંતીય ટી 20 કપમાં સાઉથ વેસ્ટર્ન વિરૂદ્ધ ટાઇટન્સ અને નાઈટ્સ વિરૂદ્ધ વેસ્ટકોર્ન પ્રોવિઝન્સ વચ્ચે રમાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો