Two Men Liquor Sale In Gas Cylinder In Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં દારૂની હેરાફેરી કરવાની નવી ટ્રિક અંગે જાણી મગજ ચકરાવે ચઢી જશે

અમદાવાદમાં દારૂની હેરાફેરી કરવાની નવી ટ્રિક અંગે જાણી મગજ ચકરાવે ચઢી જશે

 | 12:07 pm IST

ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂ વેચાય છે એવી લોકમુખે હંમેશા ચર્ચા થતી હોય છે. દરરોજ દારૂની હેરાફેરીના નીતનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે બુટલેગરોએ દારૂ વેચવા માટે જોરદાર ટ્રિક અપનાવી. જેના અંગે જાણી તમારું મગજ ચકરાવે ચઢી જશે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અંદર વિદેશી દારૂની બોટલ છુપાવીને લઇ જતા બે જણની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે રામોલ પોલીસે બે આરોપી જગદીશ પટેલ અને ભાવેશ પંચાલની ધરપકડ કરી છે. આ બંન્ને ગેસ સિલેન્ડર નીચેથી તોડીને તેમા દારૂની વિદેશી બોટલ છુપાવીને વહેંચતા હતા. આ કીમિયો જોઇને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું.

ઉલ્લેખનીય છે કે હજુ તો ગઇકાલે મહેસાણા પાસે ટ્રકે એક કારને ટક્કર મારી તો કારમાં દારૂની બોટલો મળતા લોકોએ રસ્તા પર રીતસરની દારૂ માટે લૂંટ ચલાવી હતી. તદઉપરાંત થોડા સમય પહેલા જ ગીર સોમનાથમાં બાઇકની સીટ નીચે ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. દીવના અહેમદપુર ચેક પોસ્ટ પાસેથી દારૂની હેરાફેરી કરતો એક આરોપી ઝડપાયો હતો.