In Bhopal two mother claim for the child,now DNA test will say who is right
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એક બાળક માટે બે માતાઓએ કર્યો દાવો, હવે DNA થકી થશે ઓળખ

એક બાળક માટે બે માતાઓએ કર્યો દાવો, હવે DNA થકી થશે ઓળખ

 | 9:00 pm IST

મા માટે સંતાન પોતાના જીવથી પણ વધારે વહાલું હોય છે. જ્યારે પોતાના બાળકને અન્ય કોઈ પોતાનો ગણાવે ત્યારે શું વીતે એ તો માતાને જ ખબર પડે. આવો એક કિસ્સો ભોપાલમાં સામે આવ્યો છે. જ્યાં એક બાળક માટે બે માતાઓ દાવાઓ કરી રહી છે. જેમાંથી એક અસલી છે અને એક નકલી છે પણ એ ખબર કેમ પડે? એ માટે DNA થકી ઓળખ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. હાલમાં આ બાળક એક વર્ષનું છે.

શું વાત છે લિવ ઈન રિલેશનશીપ થકી જન્મેલા બાળકની છે?
બાળક માટે દાવો કરનાર પહેલી મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે તે શિક્ષિકા છે અને બાળકોને વિદેશી ભાષા શિખવાડે છે. તે એક યુવાનને પ્રેમ કરતી હતી. તેની સાથે જ તે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમિયાન જ તે ગર્ભવતી થઇ ગઇ. આ વાતની જાણ થતાં જ તેનો પ્રેમી તેને છોડીને જતો રહ્યો. બાળકના જન્મ બાદ મહિલાના પરિવારજનોએ સમાજમાં બેઇજ્જતીથી બચવા માટે બાળકને એક દંપતીને સોંપી દીધું હતું. જ્યારે તે સમયે ડિપ્રેશનનો ભોગ બનેલી મહિલાએ પોતાનું સાનભાન ગુમાવી દેતા તે એ વાતે અજાણ હતી. જો કે સમય જતાં તેની હાલતમાં સુધાર થતો ગયો. માતાપિતા તેને સાંત્વના આપતા ગયા તેમ તેમ તે ઠીક થઈ. દરમિયાન માતાપિતાએ તેને જણાવ્યું કે તેનું બાળક સુરક્ષિત છે.

મહિલાના અનુસાર તે ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ અને તેને સાનભાન ગુમાવી દીધું. જોકે તેના પરિજનોએ તેને સાંત્વના આપી હતી કે તેનું બાળક સુરક્ષિત છે. મહિલાનું કહેવું છે કે ડિપ્રેશનથી બહારથી નિકળ્યા બાદ તેને જાણ થતાં તે બાળક લેવા દંપતી પાસે પહોંચી ગઈ. પણ દંપતીએ તે આપવાનો ઈન્કાર કરી દીધો. અને તેમનું કહેવું છએ કે બાળક તેમનું જ છે અને તેમણે જ તેને જન્મ આપ્યો છે. તે આગતૂંક મહિલાને નહિં આપે. જ્યારે બાળક માંગવા પહોંચેલી મહિલાએ કહ્યું કે તે પોતાનું બાળક કોઈપણ સંજોગોમાં નહિ છોડે. તે બાળક મેળવવા 6 મહિનાથી રઝળપાટ કરી રહી છે.

બીજી બાજુ મળતી માહિતી પ્રમાણે હાલમાં બાળક જેની પાસે છે તે મા વિના તે બાળક રહેતું નથી. તેના વિના તે સતત રડે છે. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જેથી સત્તાવાળાઓએ બાળકના ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. એ માટે બંને મહિલાઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બાળકને તેની અસલી માતાને સોંપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવી જશે.