two-nri-devotees-donates-to-13-5-crores-to-tirupati
  • Home
  • Nri
  • ભારતીય મૂળના બે અમેરિકનોએ આ મંદિરમાં દાન કર્યા 13.5 કરોડ રૂપિયા

ભારતીય મૂળના બે અમેરિકનોએ આ મંદિરમાં દાન કર્યા 13.5 કરોડ રૂપિયા

 | 1:37 pm IST

ભારતીય મૂળના બે અમેરિકી નાગરિકોએ શનિવારે અહીં ભગવાન વેંકટેશ્વર મંદિરમાં 13.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આંધ્ર પ્રદેશના રહેવાસી ઈકા રવિ અને ગુઠીકોંડા શ્રીનિવાસને મંદિરની ‘હૂંડી’ અને મંદિર પ્રશાસન દ્વારા સંચાલિત વિભિન્ન ટ્રસ્ટોમાં આ રકમ દાન કરી છે.

બોસ્ટનમાં એક દવા કંપની આરએક્સ એડવાંસના સંસ્થાપક સીઈઓ રવિએ ‘હૂંડી’માં 10 કરોડ રૂપિયા દાન કર્યું, જ્યારે ફલોરિડા સ્થિત સોફ્ટવેર બનાવવા અને સલાહ આપનારી કંપની, જેસીજી ટેક્નોલોજીજના સીઈઓ શ્રીનિવાસે ટ્રસ્ટોને સાઢા ત્રણ કરોડ રૂપિયા દાન કર્યા છે.

તેમને વિશ્વના સૌથી અમીર મંદિર તરીકે જાણીતું તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને આંધ્ર પ્રદેશના ઉદ્યોગમંત્રી અમરનાથ રેડ્ડીની હાજરીમાં તેમને ચેક સોંપ્યો હતો. મંત્રીએ બન્ને એનઆરઆઈઓને આ ભાવનાની પ્રશંસા કરી હતી.

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રોજ અહીં આવે છે અને હૂંડી ચઢાવે છે, જ્યારે અમુક લોકો ઓનલાઈન દાન કરે છે. ટીટીડી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક અને શૈક્ષિક ગતિવિધિઓમાં ઘણા ટ્રસ્ટ ચલાવે છે. ટીટીડીના અધિકારીઓના મતે, 2018-19માં મંદિરનું દાન 2,894 કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે, જેમાંથી હૂંડી સ્વરૂપે મંદિરમાં થનાર ચઢાવો 1,156 કરોડ રૂપિયા હોઈ શકે છે.