પાકિસ્તાનથી બે શંકાસ્પદ બોટ ગુજરાત-મુંબઈ તરફ રવાના - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાનથી બે શંકાસ્પદ બોટ ગુજરાત-મુંબઈ તરફ રવાના

પાકિસ્તાનથી બે શંકાસ્પદ બોટ ગુજરાત-મુંબઈ તરફ રવાના

 | 11:11 pm IST

+
ભારતીય સેના દ્વારા પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સાથેનાં રાજ્યોની સરહદ પર હાઈએલર્ટ પ્રવર્તી રહ્યો છે ત્યારે મલ્ટિએજન્સી સેન્ટરે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોને ચેતવણી જારી કરી છે. એમએસીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનનાં કરાચી બંદર ખાતેથી રવાના થયેલી બે બોટ અરબ સાગરમાં ગુજરાત અથવા મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. ગુપ્તચર બાતમીમાં આ બંને બોટ અત્યારે કયાં સ્થાને છે તેની માહિતી અપાઈ છે. માહિતીમાં જણાવાયું છે કે, એક બોટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી તે પાકિસ્તાની જળસીમામાં જ ફસાઈ છે જ્યારે બીજી બોટ તેની નજીક રોકાઈ છે.

ટોચના પોલીસઅધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે ભારતીય કોસ્ટગાર્ડે નવ પાકિસ્તાનીઓ સાથેની બોટ ઝડપી લીધા બાદ અમે સુરક્ષામાં કોઆઈ કસર રાખી રહ્યા નથી. કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી નજરે આ માછીમારીની બોટ લાગે છે. નવ પાકિસ્તાનીઓને પૂછપરછ માટે પોરબંદર લઈ જવાયા છે.

ટોચનાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુપ્તચર માહિતી કોસ્ટગાર્ડ અને નૌકાદળને અપાઈ છે. ગુજરાતના દરિયાકિનારા સહિત અરબી સમુદ્રમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નૌકાદળ અને કોસ્ટગાર્ડને હાઈએલર્ટના આદેશ અપાયા છે.

બે દિવસ પહેલાં પણ અરબ સાગરમાં બે શંકાસ્પદ બોટના અહેવાલો મળ્યા હતા. આ બોટના ખલાસીઓએ ભારતીય માછીમારોને મુંબઇ જવાનો રસ્તો પૂછયો હતો. ભારતના દાવાને પાક. વિદેશ વિભાગ વિભાગે નકાર્યો.

રવિવારે અરબ સાગરમાંથી નવ પાકિસ્તાની સાથેની બોટ ભારતે ઝડપી લીધા બાદ સોમવારે પાકિસ્તાની વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો કોઇ ખલાસી કે માછીમાર ગુમ થયા નથી. ભારતે નવ પાકિસ્તાની સાથે બોટ ઝડપી હોવાનો દાવો પાયાવિહોણો છે.

26/11 જેવા આતંકી હુમલાની શંકા
ગુપ્તચર એજન્સીઓએ મુંબઇમાં 26/11 જેવા આતંકી હુમલાની શંકા વ્યક્ત કરી છે. 2008માં પાકિસ્તાનથી બોટ દ્વારા મુંબઇ પહોંચેલા આતંકવાદીઓએ કરેલા હુમલામાં 160 લોકોનાં મોત થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન