Two People Died In Accident At Chhoda Udepur
  • Home
  • Featured
  • છોટાઉદેપુર: બે ઘરોમાં દિવાળીનાં દિવસે છવાયો માતમ, ગોઝારા અકસ્માતમાં 2નાં મોત

છોટાઉદેપુર: બે ઘરોમાં દિવાળીનાં દિવસે છવાયો માતમ, ગોઝારા અકસ્માતમાં 2નાં મોત

 | 10:29 am IST

છોટાઉદેપુરનાં સંખેડામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયા છે. વસાણા ચોકડી નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓનાં મોત થયા હતા. તો અન્ય એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને બોડેલી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સંખેડા તાલુકાનાં વસાણા ચોકડી નજીક ટેન્કર અને પિકઅપ ટેમ્પા વચ્ચે અકસ્માત થયો હતો. હાઇડ્રોક્લોરિક એસિડનાં લખાણવાળા ટેન્કર અને શાકભાજીનાં ટેમ્પો વચ્ચેનો આ અકસ્માત એટલો ઘાતક હતો કે ઘટનાસ્થળે જ 2 વ્યક્તિઓનાં મોત થઈ ગયા હતા. ટ્રક ચાલક અને ટેમ્પા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતુ. 

શાકભાજીનો ટેમ્પો સુરત તરફ અને ટેન્કર બોડેલી તરફ આવી રહ્યું હતુ તે દરમિયાન આ બનાવ બન્યો હતો. અકસ્માત થતા જ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.