Two people in Dwarka try to rape school teacher
  • Home
  • Gujarat
  • દ્વારકામાં નરાધમોએ શાળાએ જતી શિક્ષિકા પર દાનત બગાડી, પરંતુ સદનસીબે મહિલાએ…

દ્વારકામાં નરાધમોએ શાળાએ જતી શિક્ષિકા પર દાનત બગાડી, પરંતુ સદનસીબે મહિલાએ…

 | 8:44 pm IST

હૈદ્રાબાદમાં મહિલા સાથે ગેંગરેપ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોષ છે અને લોકો માંગણી કરી રહ્યા છે કે, આરોપીઓને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવે ત્યારે ગુજરાતમાં પણ વડોદરા અને રાજકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે આ બંન્ને ઘટના બાદ સોશિયલ મીડિયામાં આ અંગે ખુબ જ ચર્ચા થઇ રહી છે. ત્યારે દેવભૂમી દ્વારકામાં તો નરાધમોએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. દેવભૂમિ દ્વારકામાં બે હેવાનોએ એક શિક્ષિકાને જ પોતાનો શિકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

દ્વારકા તાલુકાના મીઠાપુર પાસે હમુસર વાડી શાળા પાસે મહિલા શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા શિક્ષિકા શાળાએથી પરત ફરતી વેળાએ બે શખ્સોએ બાઇકમાં બેસાડી તેમને ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા શિક્ષકાએ બુમાબુમ કરતા ઘટના સ્થળે એક વ્યક્તિ આવી જતા હેવાનોના ચૂંગલમાંથી છટકી ભાગી છૂટી હતી.

આમ હેવાનો પોતાની હેવાનીયતનો ખેલ ખેલે તે પહેલાં એક શિક્ષક મહિલા આબાદ બચી ગઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા ડી.વાય.એસ.પી સહિતની તપાસ ટીમે બંને હેવાનોને ઝડપી પાડયા હતા. અને મહિલા શિક્ષિકાની ફરિયાદના આધારે એટ્રોસીટી સહિત વિવિધ કલમો હેઠળ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જૂઓ: પોરબંદરમાં 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન