કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો - Sandesh
  • Home
  • Business
  • કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો

 | 8:09 pm IST

કેન્દ્ર સરકારે તેના કર્ચમારીઓને મોટી રાહત પહોંચતાં મોંઘવારી ભથ્થા (ડીએ)માં બે ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ તથા પેન્શનદારોને લાભ થશે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી હતી. બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાઈ હતી.

અહેવાલ પ્રમાણે કેબિનેટના આ નિર્ણથી 50 લાખ કર્મચારીઓ તથા 61 લાખ પેન્શનદારોને લાભ થશે. પહેલી જાન્યુઆરી 2018થી ડીએમાં આ વધારો અમલી બનશે.
ઉગ્ર બનતી જતી મોંઘવારીમાં રાહત પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરે છે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગારના પાંચ ટકા ડીએ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન