જુનાગઢમાં દારૂ અને 3.93 લાખ રૂપિયા રોકડ સાથે બે શખ્સની ધરપકડ - Sandesh
  • Home
  • Gujarat
  • જુનાગઢમાં દારૂ અને 3.93 લાખ રૂપિયા રોકડ સાથે બે શખ્સની ધરપકડ

જુનાગઢમાં દારૂ અને 3.93 લાખ રૂપિયા રોકડ સાથે બે શખ્સની ધરપકડ

 | 8:44 pm IST

જૂનાગઢમાં મતદારોને ધમકાવતા હોવાની હકીકત મળતા એ ડીવીજન પોલીસ તે તપાસમાં હતી, તે દરમિયાન સરદાર ચોક સર્કલ પાસે એક કારમાંથી બે શખ્સને પોલીસે દારૃની એક બોટલ અને રોકડ 3.93 લાખ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પીઆઈ એમ.એ.વાળાએ ફ્રીયાદી બનીને ગુન્હો નોધાવ્યો હતો. ફ્રિયાદમાં જણાવ્યું છે કે, સવારે 7.30 કલાકે સરદાર ચોક સર્કલ પાસે સંજય ઉર્ફે બાંડીયો સોલંકી અને તેના બે માણસો અશોક અને કિશોર ખાંટ મતદારોને ધમકાવી રહ્યા છે, તેની તપાસ માટે ગયા ત્યારે અહી સફેદ કાર નંબર જી.જે.11 .બી.આર.6264 માંથી સંજય સોલંકી મળી આવ્યો હતો. કારની તલાસી લેતા કારમાંથી 500 એમ.એલ.દારૃ ભરેલી એક બોટલ મળી આવી હતી. જેથી કાર ચલાવતા રવિરાજ અતુલ વ્યાસની તલાસી લેતા તેની પાસેથી ૩.૩૧ લાખ રોકડા અને સંજય પાસેથી 62,222 રોકડા મળી આવ્યા હતા. પોલીસે બનેની દારુ, રોકડ અને કાર સહિત 7 લાખના મુદામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બને સામે પ્રોહીબીશનઅંગે ગુન્હો નોધી રવિરાજને કોર્ટમાં રજુ કરતા તેને જમીન મુક્ત કરાયો હતો. જ્યારે બીજો આરોપી સંજય સામે આંબેડકરનગરમાં રહેતા કેશુભાઈએ મતદાન કરવા જતા અટકાવી ધમકાવતા હોવાની એ ડીવીજનમાં ફ્રિયાદ આપતા પોલીસે તેની સામે અલગથી બીજો ગુન્હો નોધી આગળની કાર્યવાહીહાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન