9 અને 10 જૂનના રોજ બે મોટા ગ્રહ બદલશે પોતાની રાશિ, આ રાશિના જાતકોનું કિસ્મત ચમકી જશે - Sandesh
  • Home
  • Astrology
  • 9 અને 10 જૂનના રોજ બે મોટા ગ્રહ બદલશે પોતાની રાશિ, આ રાશિના જાતકોનું કિસ્મત ચમકી જશે

9 અને 10 જૂનના રોજ બે મોટા ગ્રહ બદલશે પોતાની રાશિ, આ રાશિના જાતકોનું કિસ્મત ચમકી જશે

 | 3:26 pm IST

જૂન મહિનાના પહેલા સપ્તાહમાં બે મોટા ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યા છે તેની તમામ રાશિયો પર ખૂબ અસર પડવાની છે. 9 જૂન 2018ના રોજ શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં થઇ રહ્યું છે. જ્યારે 10મી જૂનના રોજ બુધનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાંથી મિથુનમાં થશે. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર શુભ ગ્રહ છે. તેમને લાભ અને સુખ-સમૃદ્ધિના કારક પણ મનાય છે.

શુક્રના તેજથી જ પ્રેમ અને દાંપત્ય જીવનમાં સફળતા મળે છે. શુક્ર હંમેશા રાજયોગનો કારક મનાય છે. જેનાથી આપણી સુખ સુવિધાઓમાં વૈભવમાં ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. બુધને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો મનાય છે. આ મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. બુદ્ધની કૃપાથી જ વ્યકિત ખૂબ જ વિદ્વાન હોય છે, તેની તર્ક ક્ષમતા મજબૂત હોય છે, સંચાર કૌશલમાં શ્રેષ્ઠ હોય છે. આવો જાણીએ તમામ રાશિઓ માટે કેવું રહેશે આ બંને ગ્રહોનું પરિવર્તન

મેષ: પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થવાનો શુભ સંકેત છે. આ મહિનો લાભનો યોગ બનશે. યાત્રાઓમાં સાવધાની વર્તો. અવિવાહિત જાતકો માટે વિવાહ સંબંધિત શુભ સમાચાર લાવનાર પણ રહી શકે છે.

વૃષભ: બુધના રાશિ પરિવર્તનથી બુધાદિત્ય યુતિ બનશે જેનાથી તમારા પરાક્રમને નિખારવાનો પણ યોગ બની રહ્યો છે. તમને નામ અને ઓળખ પણ બુધ આપી શકે છે. શત્રુ અને રોગથી સતર્ક રહો.

મિથુન: મને અને બુદ્ધિમાં નવી-નવી ચમક દેખાશે. કામ કરવામાં મન લાગેલું રહેશે. અત્યારે તમારી વાણીના પ્રભાવથી તમે કોઇનું પણ દિલ જીતી શકો છો. સંતાન, પ્રેમ સંબંધ અને શિક્ષણના મામલામાં મુશ્કેલી આવી શકે છે પરંતુ ત્યારપછી તમને સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થશે.

કર્ક: છેલ્લાં કેટલાંક સમયથી તમારે ખર્ચ વધુ થઇ રહ્યો હશે, ધન હાનિનો જે યોગ બન્યો હતો તેમાં ઘટાડો આવશે. પરિવાર અને માતાની સાથે સમય વ્યતીત કરવાની તક પણ મળી શકે છે. અપેક્ષિત લાભ મળવાનો યોગ પણ બની શકે છે.

સિંહ: તમારા અચાનક અટકેલા કામ બનવા લગશે. મહેનત અને લાભમાં ચાર ચાંદ લાગવાનો સંજોગ છે. કાર્યક્ષેત્રમાં તમારા પર કાર્યભાર વધી શકે છે. જેને પૂર્ણ કર્યા બાદ ભવિષ્માં ઉચ્ચ સફળતાઓના સંકેત છે. કોર્ટ કચેરી કે રોગ વગેરેમાં ધન ખર્ચ થવાનો યોગ બની શકે છે.

કન્યા: પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થવાનો શુભ સંકેત છે. લાભનો યોગ પણ બનશે. ભાગ્ય અને કર્મની સહાયતાથી તમે તમારા જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓનો આનંદ પણ લેશો. જે પણ કાર્યમાં કાર્યરત છો તે કામને વધારવાનો પ્રયાસ કરો. કારણ કે કેરિયરની દ્રષ્ટિથી આ ગોચર તમારા માટે ખૂબ સારો અને ઉન્નતિ દાયક છે.

તુલા: કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ઉન્નતિ ન થવાથી જે દબાણ મહેસૂસ કરી રહ્યા હતા તે દબાણ પણ હટી જશે. દાંપત્ય જીવન માટે નકારાત્મક રહી શકો છો. પતિ-પત્નીની સાથે સારા સંબંધ હોવાથી તમારા કામકાજમાં પણ સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. પ્રેમ સંબંધની સાથો સાથ દાંપત્ય જીવનમાં પણ સફળતા સારી પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક: વાણી અને વિચારમાં સંયમ રાખો અને કાર્યમાં પણ ધૈર્ય બનાવી રાખો. આર્થિક દ્રષ્ટિથી તથા ગાડી ઘર વગેરે સુખ સુવિધાઓની દ્રષ્ટિથી આ મહિનો તમારા માટે ઉન્નતિ દાયક થઇ શકે છે.

ધન: તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સફળતા સારી પ્રાપ્ત થઇ શકે છે એટલે કે ધન પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. ભાગ્ય પણ તમારો સારો સાથ આપશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સફળતા સારી પ્રાપ્ત થઇ શકે છે એટલે કે ધન પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. ભાગ્ય પણ તમારો સારો સાથ આપશે.

મકર: આ મહિનાના અંત સુધીમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમે તમારા પ્રયાસોથી સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. કેરિયરની દ્રષ્ટિથી આ મહિને તમારા માટે ઉન્નતિ દાયક થઇ શકે છે.

કુંભ: કામકાજથી સંબંધિત લાભ સારો પ્રાપ્ત કરાવશે તથા ગાડી ઘરની સુખ સુવિધા પણ પ્રાપ્ત થઇ શકે છે. જો કોઇ પ્રોપર્ટી લેવાની મહત્વકાંક્ષાઓ છે તો તે પણ પૂરી થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિથી શુક્રનું ગોચર તમારા માટે સારો હોઇ શકે છે. કારણ કે બુધ મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યું છે જે આર્થિક દ્રષ્ટિથી લાભદાયક થઇ શકે છે.

મીન: મકાન, ગાડી અને પારિવારિક સુખનો યોગ બની રહ્યો છે. લાંબા સમયથી જો પરિવારથી દૂર છે તો પરિવારની સાથે સમય વીતાવાનો અવસર પણ મળી શકે છે. પ્રેમ જીવનમાં પાર્ટનરથી સંબંધોમાં સકારાત્મક પ્રભાવ દેખાય શકે છે. લાભ ભાવમાં દ્રષ્ટિ હોવાના લીધે શરૂઆતના થોડાંક દિવસો સુધી તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેના પશ્ચાત સ્થિતિ સામાન્ય બની શકે છે.