Two Policeman Fight With Each-other and Attacked With Stick
  • Home
  • Featured
  • લાંચનાં પૈસા માટે એક-બીજા પર લાકડી લઇને તૂટી પડ્યા પોલીસ જવાન, જુઓ વિડીયો

લાંચનાં પૈસા માટે એક-બીજા પર લાકડી લઇને તૂટી પડ્યા પોલીસ જવાન, જુઓ વિડીયો

 | 8:03 pm IST

ઉત્તર પ્રદેશમાં એકવાર ફરીથી ખાકીને શરમજનક સ્થિતિમાં નાંખે તેવી ઘટના સામે આવી છે. યૂપી પોલીસેનાં 2 લાલચુ અને ભ્રષ્ટ જવાનોએ ફક્ત કેટલાક રૂપિયાની લાંચ માટે એક-બીજા પર જાહેરમાં લાકડીઓથી પ્રહાર કર્યા. પ્રયાગરાજમાં યૂપી પોલીસનાં બે જવાનો કથિત રીતે લાંચનાં પૈસા માટે એક-બીજા સાથે લડ્યા. બંને જવાનોએ એક-બીજા પર જોરદાર લાકડીઓથી પ્રહાર કર્યા. જો કે ત્યારબાદ સાથી પોલીસકર્મીઓએ બંનેને અલગ કરીને મામલો શાંત પાડ્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ. બંને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન