સેમસંગના આ બે સ્માર્ટફોન લેતા પહેલા સૌ વાર વિચારજો, જાણો કેમ - Sandesh
  • Home
  • Technology
  • સેમસંગના આ બે સ્માર્ટફોન લેતા પહેલા સૌ વાર વિચારજો, જાણો કેમ

સેમસંગના આ બે સ્માર્ટફોન લેતા પહેલા સૌ વાર વિચારજો, જાણો કેમ

 | 5:40 pm IST

સેમસંગનો Galaxy Note7 સ્માર્ટફોન 2016માં દુનિયાભરમાં સ્ફોટ થવાની ઘટનાઓને લઈને ઘણો ચર્ચામાં છે. ત્યારબાદ સેમસંગે તે ઘટનાઓને લઈને માફી માંગી છે અને બેટરીને લઈને ઘણો સુધારો કર્યો છે. આ પ્રકારની ઘટના એકવાર ફરી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, અમેરિકામાં સેમસંગના બે સ્માર્ટફોન એક કારમાં વિસ્ફોટ થયાં, જ્યાં મહિલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.

એક ટેક વેબસાઈટ પ્રમાણે, એક મહિલાએ જણાવ્યું કે કાર ચલાવતી વખતે અચાનક તેમના બે ગેલેક્સી સ્માર્ટફોનમાં આગ લાગી હતી. વીડિયો ઈન્ટરવ્યૂમાં મહિલાએ જણાવ્યું કે, આ બે સ્માર્ટફોન 2017માં લૉંચ કરવામાં આવેલા Samsung Galaxy S8 અને 2013માં લૉંચ કરવામાં આવેલો Galaxy S4 છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે, સ્માર્ટફોનમાં આગ લાગતા તેમણે ગમે તેમ કરીને કાર રોકી અને ઉતરીને ભાગી ગઈ હતી. વીડિયોમાં સળગેલી કારને પણ દેખાડવામાં આવી છે. જેમાં સામેની બાજુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત નજરે પડી રહી છે.

મહિલાએ વેબસાઈટને જણાવ્યું કે, આ તમામ બહુ જલ્દીમાં થયું હતું. સ્માર્ટફોને અચાનક આગ પકડી લીધી હતી. લોકો મને કારથી દૂર રહેવા માટે કહેતા હતા, જરા વિચારો હું હાઈવે પર ટ્રાફિકમાં ફસાઈ હોત અને ત્યારે આ ઘટના બની હોત તો મારું શું થાત? રિપોર્ટ અનુસાર, સેમસંગે તપાસ માટે એક ટીમને રવાના કરી છે. સાથે સેમસંગના એક પ્રવક્તાએ કહ્યું, અમે આ ઘટનાની તપાસ કરીશું અને તપાસ પુરી કરી અમે ઘટનાની વાસ્તવિક કારણો જાણી શકાશે.