શાળાની બે વિદ્યાર્થીનીઓએ નરકનાં શેતાનને મળવા ઘડ્યું ખતરનાર કાવતરું - Sandesh
  • Home
  • World
  • શાળાની બે વિદ્યાર્થીનીઓએ નરકનાં શેતાનને મળવા ઘડ્યું ખતરનાર કાવતરું

શાળાની બે વિદ્યાર્થીનીઓએ નરકનાં શેતાનને મળવા ઘડ્યું ખતરનાર કાવતરું

 | 5:47 pm IST

અહીં એક ચોંકાવનારો બનાવમાં એક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શેતાનને મળવા માટે સહપાથીઓનું લોહી પીવાનું કાવતરું ઘડી કાઢયું હતું ! શાળાના સંચાલકોએ સતર્કતા દેખાડતાં મોટી કરુણાંતિકા અટકી હતી.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડાના બારટો મિડલ સ્કૂલની 11 અને 12 વર્ષની બે વિદ્યાર્થીનીઓને શાળામાં હથિયાર સાથે રાખવા અને સહપાથીઓની હત્યાનું કાવતરુંં ઘડવા માટે ગિરફતાર કરાઈ હતી.એ બંને પાસેથી ચાર ધારદાર ચાકુ, પિઝા કટર વગેરે જપ્ત કરાયું હતું.

પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે હોરર ફિલ્મ જોયા બાદ બંનેને નરકના આકા શેતાનને મળવાની ઇચ્છા થઈ આવી હતી. એ માટે ખૂબ જ ખરાબ કામ કરવામાં આવે તો મૃત્યુ પછી નરક મળે. એ બંને મરવા માટે પણ તૈયાર હતી. મરતાં પહેલાં ક્રૂરતાના કામમાં કોઈ માણસનું માંસ ખાવા અને લોહી પીવા માગતી હતી.એ માટે બાથરૃમમાં છુપાઈને ત્યાં આવતા નાના ભૂલકાંઓને નિશાન બનાવવા માગતી હતી. તેમનું માંસ ખાઈ અને લોહી પીધા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેવા માગતી હતી . તેઓ ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ ૧૫ બાળકોની હત્યા કરવા માગતી હતી !

શાળાની સતર્કતા

બંને વિદ્યાર્થીનીઓ પોતાની યોજના પાર પાડવા બાથરૃમમાં સંતાઈ ગઈ હતી. પરંતુ લાંબા સમય સુધી ક્લાસમાં નહીં દેખાતાં તપાસ કરતાં બંને બાથરૃમમાંથી મળી આવી હતી, તેમની પાસેથી ચાકુ મળતાં પોલીસને જાણ કરી હતી.

વધુમાં વધુ ૧૫ બાળકોને મારી નાંખવા યોજના !

ગિરફતાર કરાયેલી બંને વિદ્યાર્થીનીઓની યોજના તો સહપાથીઓને કાપી નાંખી તેમનું માંસ ખાવાની, લોહી પીવાની અને એ પછી તેમના ટુકડા ટુકડા કરી દેવાની હતી.