NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલઃ બે બહેનોના લગ્નની શરણાઈ ગુંજે એ પહેલા ભાઈની વિદાય, બહેનોએ આપ્યો અગ્નિદાહ

ગોંડલઃ બે બહેનોના લગ્નની શરણાઈ ગુંજે એ પહેલા ભાઈની વિદાય, બહેનોએ આપ્યો અગ્નિદાહ

 | 2:05 pm IST

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજીના ગામના મારડીયા પરિવારે અકસ્માતમાં મૃત્યુ પામનાર એકના એક પુત્રના અંગોનું દાન કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. બે બહેનોએ ભાઈની અર્થીને કાંધ આપી ભારે હૈયે અગ્નિદાહ આપતા સ્મશાનમાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

થોડા દિવસ પહેલા જેતપુર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં તાલુકાના દેરડી કુંભાજી ગામના ધાર્મિક અરવિંદભાઈ મારડીયા(ઉ.રર)નું મૃત્યુ થયું હતુંઅને બાઈકમાં સવાર તેના પિતા, પિતરાઈભાઈને ઈજા થઈ હતી.

એકના એક દિકરાનું અવસાન થયું હતું અને પિતા, પિતરાઈ ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે પરિવારે કાળજા ઉપર પથ્થર રાખી અકસ્માતે મૃત્યુ પામેલા ધાર્મિકના અંગોના દાનને લઈ પાંચ જેટલી વ્યકિતઓને નવજીવન મળશે તેવી પ્રેરણા લઈ એકના એક પુત્રના બંને કીડનીઓ, આંખો અને લીવર સહીતના અંગોનું દાન કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

એક બાજુ બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ તો બીજી તરફ આગામી તા.૧૭ ના રોજ બહેના લગ્ની ઢોલ શરણાઈઓ ગુંજી ઉઠે અને ભાઈ બહેનના જવતલ હોમી સાસરે વિદાય આપે તે પહેલા જ બહેનોના કંધો પર ભાઈએ વિદાય લીધી હતી. બહેનોએ ભાઈની અર્થીને કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો તે વેળાએ કૈલાસધામમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.

1