ઉત્તર પ્રદેશમાં યોગી ઈફેક્ટ, બે કતલખાના સિલ કરાયા

376

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યાના બીજા દિવસથી સમગ્ર રાજ્યમાં તેની અસર વર્તાવા લાગી છે. સોમવારે કામગીરીનો આરંભ કરતાં વેંત જ બે કતલખાના સિલ કરી દેવાયા છે.

આ બંને કતલખાના અલ્હાબાદના છે. શહેરની મ્યુનિસિપાલિટીએ આ પગલું ભર્યું છે. રાજ્યમાં સંખ્યાબંધ કતલખાનાઓ લાંબા સમયથી વિવાદનો મુદ્દો બન્યો હતો. ભાજપે પણ વિધાનસભા ચૂંટણીમાં કતલખાનાઓને ચૂંટણી મુદ્દો બનાવ્યા હતાં.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથે પણ ચૂંટણી પ્રચારમાં કતલખાનાના મુદ્દાને ખુબ જ ચગાવ્યો હતો. ભાજપે આ સાથે એવી ઘોષણા પણ કરી હતી કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર રચાયા પછી રાજ્યના બધા જ કતલખાના બંધ કરી દેવામાં આવશે.

દરમિયાન શપથ ગ્રહણ કર્યા પછી પ્રથમ દિવસે બધા જ સચિવો સાથે બેઠક યોજી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેઓ આ સાથે વહેલામાં વહેલા વિવિધ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરે તેવી શક્યતા છે.