Two sons, including father, died in a road accident near Viramgam
  • Home
  • Ahmedabad
  • વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં પિતા સહિત બે પુત્રોના ઘટનાસ્થળે મોત

વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં પિતા સહિત બે પુત્રોના ઘટનાસ્થળે મોત

 | 6:23 pm IST

વિરમગામમાં માર્ગ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે. બેચરાજી હાઈવે પર ટ્રેલર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા પિતા અને બે પુત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા હાઇવે પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ આરોપી ટ્રેલર ચાલકને ઝડપી પાડી વિરમગામ ગ્રામ્ય પોલીસે સોંપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિરમગામ-બેચરાજી હાઇવે પર જુનાપાઘર ગામ પાસે ટ્રકની અડફેટ બાઇક સવાર 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જુનાપાઘર ગામના રહાવાસી પિતા અને બે પુત્રો સહિત 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. આ દરમિયાન હાઇવે પર લોકાના ટોળા એકઠા થઇ ગયા હતા અને અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ઘટનાના પગલે હાઇવે પર ખુબ મોટો ટ્રાફિકજામ સર્જાઇ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમ સહિત પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી. વિરમગામ ગ્રામ્ય પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને વિરમગામ ગ્રામ્ય પોલીસે આરોપી ટ્રેલર ચાલરની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન