બે ગઠિયાઓએ ૩૦ ગ્રામની સોનાની બંગડીમાંથી ૧૩ ગ્રામ સોનું સેરવ્યું - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • બે ગઠિયાઓએ ૩૦ ગ્રામની સોનાની બંગડીમાંથી ૧૩ ગ્રામ સોનું સેરવ્યું

બે ગઠિયાઓએ ૩૦ ગ્રામની સોનાની બંગડીમાંથી ૧૩ ગ્રામ સોનું સેરવ્યું

 | 2:01 am IST

ખેરાલુ : ખેરાલુ ખાતે આવેલા વિસામા સોસાયટીમાં બે યુવાનો લિકવીડ (વાસણ ધોવાનું કેમીકલ) વેચવા આવેલ હતા. સોસાયટીના મકાન નં.પ માં રહેતા સિન્ધી નરેશકુમાર આસુદારામ ઠક્કરના પત્ની દિશાબેન તથા તેમના ભાભી દિવ્યાબેન ઘરે હતા. ત્યારે લીકવીડ કેમીકલ વેચવા આવેલ યુવાનોએ વાસણ ધોવાનું કેમીકલ બતાવ્યું હતુ. અને સેમ્પલ આપી પાણીમાં નાખી ને વાસણ લોટો ધોઈ ચકચકીત થયેલો બતાવ્યો હતો. અને પાવડર દિશાબેનના હાથમાં આપી મસળવા કહ્યું હતુ. અને પાવડર હાથમાં મસળતાંજ દિશાબેન યુવાનો જે કહે તેમ કરવા લાગ્યા હતા. યુવાનોએ સોનાની બંગડીઓ ધોવાનું કહેતાંજ દિશાબેનએ બે સોનાની બંગડીઓ ૩૦ ગ્રામ (ત્રણ તોલા સોનાની) યુવાનોને આપી હતી. જે યુવાનોએ કેમીકલ વાળી ડોલમાં નાખતાંજ સોનાની બંગડીઓ ચકચકીત થઈ ગઈ હતી. પરંતુ હાથમાં લેતાંજ વજન ઘટી ગયુ હોવાનુ માલુમ પડતાંજ બંન્ને યુવાનો ભાગી છુટયા હતા. દિશાબેન અને તેમના ભાભી દિવ્યાબેન બંન્નેએ ચોર ચોરની બુમો પાડતાં બાજુમાં રહેતા રાહુલભાઈ અને રાજુભાઈએ બંન્ને યુવાનોને પકડી લીધા હતા. સોસાયટીના રહીશો ભેગા થઈ જતાં દિશા બહેને તેમના પતિ નરેશભાઈ અને સસરા આસુદારામને બોલાવી લીધા હતા. અને બંન્ને યુવાનોને ખેરાલુ પોલીસ દફતરે લઈ જઈને ઈન્ચાર્જ પી.આઈ. એમ.એન.હર્ષ સમક્ષ ફરીયાદ આપી હતી. પોલીસ બંન્ને યુવાનો બિહારના વતની હોવાનું જણાવ્યું હતુ. બંન્ને યુવાનો ર૦ વર્ષની ઉંમર ધરાવતા (૧) સનોજકુમાર સતીષ મંડલ ઘોરી (ર) છોટુકુમાર દશરથમંડલ ઘોરી બંન્ને પોલીસે પકડીને તેમની પાસેનું કેમીકલના પાઉચ ભરેલો થેલો તથા અન્ય વસ્તુઓ સાથે અટકાયત કરી આઈ.પી.સી. ૪૦૬,૪ર૦,૧૧૪ હેઠળ વધુ તપાસ હાથ ધરી હતી.