ભુજઃ માધાપરની સગીરા ઉપર યુવકે ગુજાર્યું બે બે વાર દુષ્કર્મ - Sandesh
NIFTY 10,528.90 +15.05  |  SENSEX 34,745.45 +82.34  |  USD 68.2150 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજઃ માધાપરની સગીરા ઉપર યુવકે ગુજાર્યું બે બે વાર દુષ્કર્મ

ભુજઃ માધાપરની સગીરા ઉપર યુવકે ગુજાર્યું બે બે વાર દુષ્કર્મ

 | 3:09 pm IST

ભુજ તાલુકાના માધાપર જૂનાવાસ ખાતે રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને માધાપરનો જ નરાધમ શખસ તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બુધવારે બપોરના બે વાગ્યાના અરસામાં સગીરા ઘરે એકલી હતી ત્યારે તેને લલચાવી, ફોસલાવીને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.

આ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વિનોદ રમેશ સથવારા (પઢિયાર) ,રહે. જૂનાવાસ, માધાપરવાળો માધાપરની સગીરા સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. બુધવારે સગીરા ઘરે એકલી હતી ત્યારે તેને લઈને ભુજના સેવનસ્કાય રોડ પર આવ્યો હતો. જ્યાં આવેલા એક વંડામાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે સગીરાની માતાએ બી ડિવિઝન પોલીસ મથકે આઈપીસી ૩૭૬ અને પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી વિનોદ આજે બી ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થયો હતો. પોલીસે સાંજે પાંચ વાગ્યે તેની વિધિવત અટક બતાવીને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસનીશ પીએસઆઈ ઓઝાએ જણાવ્યું હતું કે, આરોપીએ સગીરા પર ત્રણ માસની અંદર બે વાર દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા ત્રણમાસથી સગીરાના સંપર્કમાં હતો અને લગ્ન કરવાની લાલચે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાનું તબીબી પરીક્ષણ તેમજ દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો તેના સ્થળ પરના પંચનામું અને કપડાં સહિતને મેડિકલમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આવતી કાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.