two-wagons-of-train-caught-fire-near-dahanu
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રના દહાણુ પાસે ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ, 10 ટ્રેનો પ્રભાવિત

મહારાષ્ટ્રના દહાણુ પાસે ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ, 10 ટ્રેનો પ્રભાવિત

 | 11:47 am IST

રાજ્યમાં જાણે રેલ્વે વિભાગને દરરોજ કોઇને કોઈ જગ્યાએથી માઠા સમાચાર મળી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર પાસેથી આગની ઘટના સામે આવી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે.

આ ઘટના વિશે એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગુરૂવારની રાત્રે લગભગ 11 વાગ્યે દહાણુ રોડ અને વનગાંવ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતો. અને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આગ પર મોડી રાત્રે લગભગ બે વાગ્યે કાબૂ મેળવવામાં આવ્યો હતો.

અધિકારીએ રેલવેમાં લાગેલી આગ વિશે જણાવ્યું કે, આગની ગરમીના કારણે ટ્રેકની ઉપર લાગેલાં વિજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરની ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી. સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણ હજી અકબંધ છે.