NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ટુ વ્હિલર્સ અને મહિલાઓને છૂટછાટથી શું લાભ? : એનજીટી

ટુ વ્હિલર્સ અને મહિલાઓને છૂટછાટથી શું લાભ? : એનજીટી

 | 4:35 am IST

નવી દિલ્હી, તા.૧૪

દિલ્હીમાં લાગુ થનારી પ્રસ્તાવિત ઓડ ઇવન વ્યવસ્થામાં મહિલાઓ અને ટુ વ્હિલર્સને છૂટછાટ આપવાની કેજરીવાલ સરકારની માગ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ફગાવી દેતાં દિલ્હી સરકારે ઓડ ઇવન સ્કીમમાં સુધારા માટે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. એનજીટીએ કેજરીવાલ સરકારની રિવ્યૂ પિટિશન પર મંગળવારે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ સરકારનો ઉધડો લઇ આકરા સવાલો પૂછયાં હતાં. એનજીટીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ એમ કહે છે કે ફોર વ્હિલર્સ કરતાં ટુ વ્હિલર્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે તેમ છતાં તમે શા માટે તેમને છૂટછાટ આપવા માગો છો? શું આ મજાક છે? તેનાથી કોઇને શું લાભ થવાનો છે? એનજીટીએ કેજરીવાલ સરકારને સવાલ કર્યો હતો કે, ઓડ ઇવનના અમલ દરમિયાન પરિવહનની સમસ્યાના ઉકેલ માટે તમે મહિલાઓ માટે વિશેષ બસો દોડાવવાનું આયોજન કેમ કરતાં નથી? પ્રદૂષણ ડામવા માટેના પૂરતાં પગલાં સમયસર ન લેવા માટે કેજરીવાલ સરકારને આડે હાથ લેતાં એનજીટીએ જણાવ્યું હતું કે, બાળકોને રોગગ્રસ્ત ફેફસાંની ભેટ ન આપો. તેમને શાળામાં પણ માસ્ક પહેરવા પડે છે. આરોગ્ય કટોકટીનો અર્થ તમે જાણો છો ખરાં?

દિલ્હીમાં પ્રદૂષણમાં થોડી રાહત છતાં ૧૧૮ ટ્રેનો મોડી પડી

દિલ્હીમાં મંગળવારે સવારે મધ્યમસ્તરનો સ્મોગ છવાયેલો રહ્યો હતો. દિલ્હીમાં સ્મોગને કારણે ૧૧૮ ટ્રેનો મોડી દોડી હતી જ્યારે ૩૪ ટ્રેનના સમયમાં બદલાવ કરાયો હતો અને ૧૦ ટ્રેન રદ કરાઇ હતી. મંગળવારે સવારે દિલ્હીમાં વિઝિબિલિટી ૧,૦૦૦ મીટર નોંધાઇ હતી. રાહતની વાત એ રહી કે મંગળવારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે તમામ ફ્લાઇટ સમયસર રહી હતી.

એનજીટીના કેજરીવાલ સરકારને આકરાં સવાલ

૧ ટુ વ્હિલર્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે છતાં શા માટે છૂટછાટ આપવા માગો છો? શું આ મજાક છે? તેનાથી શું લાભ થવાનો છે?

૨ મહિલાઓ માટે વિશેષ બસો દોડાવવાનું આયોજન કેમ કરતાં નથી?

૩ આરોગ્ય કટોકટીનો અર્થ તમે જાણો છો ખરાં?

૪ પ્રદૂષણ ભયજનક સપાટી વટાવે ત્યાં સુધી સરકાર ઊંઘતી કેમ રહે છે?

;