Two wheelers will not be allowed local helmet from march 2021
  • Home
  • Business
  • હેલમેટ પહેરીને નીકળશો તો પણ ફાટશે પાવતી! જાણો કારણ અને સરકારના નવા નિયમો અંગે

હેલમેટ પહેરીને નીકળશો તો પણ ફાટશે પાવતી! જાણો કારણ અને સરકારના નવા નિયમો અંગે

 | 4:25 pm IST

સામાન્ય રીતે જ્યારે તમે ટુ વ્હીલર પર હેલમેટ નથી પહેરતા ત્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તમારે દંડ ચૂકવવો પડે છે. પરંતુ હવે હાઈવે અથવા કોઈ સડક કિનારેથી હેલમેટની ખરીદ પણ ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે. જેમાં ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે લોકલ ક્વોલિટીનું હેલમેટ પહેરવા પર પાવતી ફાટી શકે છે. આ નિયમ અલમમાં આવ્યા બાદ જો કોઈ ટુ વ્હીલર ચાલક લોકલ હેલમેટ પહેરીને બહાર નિકળશે તો તેને નિમય મુજબ દંડ ચૂકવવો પડશે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય પરિવહન મંત્રાલય(Ministry of Road Transport and Highways) એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું છે કે ટુ વ્હીલર ચાલકો માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ(BIS) ધોરણ વાળા હેલમેટ લગાવવા ફરજિયાત રહેશે. રિપોર્ટ પ્રમાણે નોટિફિકેશનમાં જણાવ્યું કે આ હેલમેટના ઉત્પાદન અને વેચાણ માટે નવા નિયમ લાગૂ કરવામાં આવી રહ્યા છે. સાથે જ લોકલ હેલમેટના મેન્યુફેક્ચરિંગ પર દંડ અને જેલની સજાની જોગવાઈ છે. 1લી માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગૂ થશે એવી શક્યતાઓ છે.

હેલમેટ પર BIS ચિન્હ પ્રિંટ કરવું ફરજિયાત:

રિપોર્ટ પ્રમાણે હેલમેટ મેન્યુફેક્ચરિંગ કરનારને ક્વોલિટી સ્ટેન્ડર્ડ અંગે માહિતી આપવા માટે દરેક હેલમેટ પર બીઆઈએસ રેગ્યુલેશન્સ, 2018 મુજબ, ભારતીય સ્ટાન્ડર્ડના બ્યુરો તરફથી લાયસન્સ હેઠળ પ્રમાણભૂત ચિહ્ન પણ છાપવાનું રહેશે. જો કે, આની નિકાસ કરવામાં આવે તો ફરજિયાત નહીં હોય. નિકાસ મામલે વિદેશી ખરીદદારની માગ અને જરૂરિયાત પ્રમાણે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશની જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો બીઆઈએસ અધિનિયમ 2016 હેઠળ દંડિત કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરના ભાલ પંથકના ખેડૂતોનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન