વાપી : ફાટક ક્રોસ કરતા રાજધાનીની અડફેટે આવી માતા-પુત્રી, થયું મોત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વાપી : ફાટક ક્રોસ કરતા રાજધાનીની અડફેટે આવી માતા-પુત્રી, થયું મોત

વાપી : ફાટક ક્રોસ કરતા રાજધાનીની અડફેટે આવી માતા-પુત્રી, થયું મોત

 | 9:15 am IST

વાપીમાં જૂના રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા મુસ્લિમ પરિવાર પર રાજધાની એક્સપ્રેસ કાળ બનીને વરસી હતી. મુંબઈથી સુરત તરફ જતી રાજધાની એક્સપ્રેસના એડફેટે આવતા પરિવારના માતા-પુત્રીનું મોત થયું હતું. તેમજ પરિવારના બે લોકો ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ડુંગરા ભોપાલીનગરમાંર હેતો મુસ્લિમ પરિવાર ગુરુવારે વાપી ઝંડા ચોક પાસે આવેલી માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા ક્રોસિંગ પાસે તેમને આ અકસ્માત નડ્યો હતો. રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મુંબઈથી સુરત જતી રાજધાની એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે રાજધાનીની એક્સપ્રેસ રેહાના શકીલ ખાન (ઉ.વ.55) અને તેમની પુત્રી નાજીયા તાહીર ખાન (ઉ.વ.24)નું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. તો અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ માહિતી મળતા જ રેલવે પોલીસ ફોર્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આ ઘટના બાદ ડુંગરા ફળિયાથી પરિવારજનો સાથે વિસ્તારના લોકો રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા. રેલવે પોલીસે મૃતકોની લાશને પીએમ માટે મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.