બે વર્ષ બાદ કેમેરાનો સામનો કરી રહ્યો છે અભિષેક બચ્ચન! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બે વર્ષ બાદ કેમેરાનો સામનો કરી રહ્યો છે અભિષેક બચ્ચન!

બે વર્ષ બાદ કેમેરાનો સામનો કરી રહ્યો છે અભિષેક બચ્ચન!

 | 1:44 am IST

અભિનેતા અભિષેક બચ્ચન લગભગ બે વર્ષ બાદ કેમેરાનો સામનો કરી રહયો હોવાની વાત તેણે પોતે સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. અભિષેક બચ્ચને શુક્રવારે પોતાની આગામી ફિલ્મના સેટ પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને જણાવ્યું હતું કે ફિલ્મ મનમર્ઝિયાંના સેટ પર છું. લગભગ બે વર્ષ બાદ ફરી કેમેરાનો સામનો કરવા માટે થોડો નર્વસ અને થોડો ઉત્સાહમાં છું. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપ કરી રહ્યો છે. ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. વિકી – તાપસી- અભિષેક એકબીજા સાથે પહેલીવાર સિલ્વર સ્ક્રીન શેયર કરવાના છે. ફિલ્મનું ફર્સ્ટ શિડયૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયં છે. બીજા શિડયૂલમાં અભિષેક બચ્ચને ફિલ્મની ક્રૂ ટીમને જોઈન કરી છે.