સમઢીયાળામાં નાના ભાઈની પત્ની ઉપર કુહાડીનાં ઘા મારનાર જેઠને બે વર્ષની કેદ - Sandesh
  • Home
  • Gujarat
  • સમઢીયાળામાં નાના ભાઈની પત્ની ઉપર કુહાડીનાં ઘા મારનાર જેઠને બે વર્ષની કેદ

સમઢીયાળામાં નાના ભાઈની પત્ની ઉપર કુહાડીનાં ઘા મારનાર જેઠને બે વર્ષની કેદ

 | 9:18 pm IST

માળીયાહાટીનાના ગડુ (શેરબાગ) પાસેના સમઢીયાળા ગામની સીમમાં શેઢાની તકરારમાં નાનાભાઈની પત્ની ઉપર કુહાડીના ઘા ઝીંકવા બાબતના બે વર્ષથી ચાલતા કેસમાં અદાલતે ચાર આરોપી પૈકી જેઠને બે વર્ષની સજા અને અન્ય ત્રણ મહિલાને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

મળતી વિગતો મુજબ સમઢીયાળા ગામમાં વાડીએ એક જ ઓસરીએ રહેતા પરિવારોમાં તેમના ખેતરમાં શેઢા બાબતે તકરાર ચાલતી હોઈ જેમાં જીતુભાઈ રૃડાભાઈ પરમારના પત્ની હર્ષાબેન જીતુભાઈ પરમારે શેઢે મુકેલા પથ્થરો જેઠ દિનુભાઈએ હટાવી દીધા હતા. જેમાં દિનુભાઈ અને અન્યોએ હર્ષાબેન ઉપર કુહાડીથી હુમલો કરતા હર્ષાબેનને સારવાર માટે ખસેડયા હતા. જે બાબતે હર્ષાબેને જેઠ મનસુખ ઉર્ફે દિનુ રૂડા પરમાર, તેની પત્ની કવિ મનસુખ પરમાર, ઉજી જીવા પરમાર અને રૂડી નારણ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચારેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી તપાસ બાદ ચાર્જશીટ દાખલ કર્યું હતું.

આ કેસ માળીયાહાટીના કોર્ટમાં ચાલી જતા જયુ.મેજીસ્ટ્રેટ(ફ.ક)એ મનસુખ ઉર્ફે દિનુ રૂડા પરમારને આઈપીસી 325 મુજબ તકસીરવાર ઠરાવી બે વર્ષની કેદ અને એક હજાર દંડ ઉપરાંત 324ના ગુનામાં એક વર્ષની કેદ અને એક હજારનો દંડનો હુકમ કર્યો હતો, અન્ય ત્રણને છોડી મુકવા હુકમ કર્યો હતો.