બે વર્ષ પહેલા RBIને તપાસમાં ICICI અને વીડિયોકોન વચ્ચે કોઈ સાઠગાંઠ નજરે ન આવી - Sandesh
  • Home
  • Business
  • બે વર્ષ પહેલા RBIને તપાસમાં ICICI અને વીડિયોકોન વચ્ચે કોઈ સાઠગાંઠ નજરે ન આવી

બે વર્ષ પહેલા RBIને તપાસમાં ICICI અને વીડિયોકોન વચ્ચે કોઈ સાઠગાંઠ નજરે ન આવી

 | 2:58 pm IST

RBIના દસ્તાવેજો અનુસાર તેણે બે વર્ષ અગાઉ કરેલી વિગતવાર તપાસમાં ICICI બેન્ક દ્વારા વીડિયોકોન ગ્રૂપને અપાયેલી લોનમાં કોઈ ગોટાળો નજરે નહોતો આવ્યો.

2016માં RBIએ વડા પ્રધાનના કાર્યાલયના નિર્દેશ બાદ ICICI બેન્કના CEO ચંદા કોચરના પતિ દીપકને વીડિયોકોન ગ્રૂપથી થયેલા લાભની ઝીણવટભરી તપાસ કરી હતી.

તપાસના પ્રથમ પ્રતિસાદમાં તેણે જણાવ્યું કે ICICI બેન્કે 2012માં વીડિયોકોન ગ્રૂપને રૂ. 1,730 કરોડની લોન મંજૂર કરી હતી. આ લોન સ્ટેટ બેન્કના નેતૃત્વમાં બેન્કોના જૂથ દ્વારા વીડિયોકોનને દેવામાંથી ઉગારવા કરાયેલ યોજનાનો હિસ્સો હતી.

RBIએ વધુમાં જણાવ્યું કે દીપક કોચરની કંપની ન્યૂ પાવરમાં અમુક સોદાઓમાં નાણાંના સ્રોત વિશે તેને કોઈ માહિતી નહોતી મળી શકી. ત્યાર બાદ RBIએ જણાવ્યું કે સ્ટેટ બેન્કના નેતૃત્વમાં બેન્કોના જૂથે રૂ. 20,195 કરોડ વીડિયોકોન ગ્રૂપને મંજૂર કર્યા હતા જેમાં ICICI બેન્કનો હિસ્સો રૂ. 1,730 કરોડ હતો. આથી બેન્કને વીડિયોકોનથી કોઈ લાભ થયો હોય એવું સાબિત નહોતુ થતું.

RBIએ એમ પણ જણાવ્યું કે દીપકની વીડિયોકોન સાથે સહયોગમાં સ્થપાયેલી ન્યૂ પાવરને આ તમામ સાથે કોઈ સંબંધ નહોતો. ઉપરાંત ન્યૂ પાવરને મોરિશિયસથી મળેલા નાણાંમાં પણ તેને કોઈ ગેરરીતિ નહોતી જણાઈ. RBIના દસ્તાવેજો મુજબ તેણે નાણામંત્રાલયને વધુ તપાસ કરવા જણાવ્યું હતું.

જોકે, RBIએ મોરિશિયસ સ્થિત કંપની ફર્સ્ટ લેન્ડ હોલ્ડિંગની માલિકી વિશે શંકા વ્યક્ત કરી હતી. ઉપરાંત ન્યૂ પાવરને સુપ્રીમ એનર્જી દ્વારા અપાયેલી રૂ. 64 કરોડની લોન વિશે પણ કોઈ સ્પષ્ટતા નહોતી થઈ શકી.

એક તરફ ચંદા કોચર વીડિયોકોનને લોન મંજૂર કરનારી કમિટીમાં હતા, બીજી તરફ તેના પતિના ભાઈ રાજીવ કોચર ICICIના દોષિત દેવાદારોના પુનઃગઠન કરી રહ્યા હતા જેમાં વીડિયોકોન ગ્રૂપ સામેલ હતું. આ પુનઃગઠન બેન્ક દ્વારા નહીં પણ દેવાદારો દ્વારા મંજૂર કરાયું હતું.

ગયા મહિને ICICI બેન્કે ચંદા કોચરમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમની મુદત 31 માર્ચ, 2019માં સમાપ્ત થાય છે.