two years, the old man committed misdemeanor after being sold to a woman
  • Home
  • Gujarat
  • મહિલાને 80 હજારમાં વેચી મરાયા બાદ વૃદ્ધ દ્વારા બે વર્ષ સુધી દુષ્કર્મ

મહિલાને 80 હજારમાં વેચી મરાયા બાદ વૃદ્ધ દ્વારા બે વર્ષ સુધી દુષ્કર્મ

 | 10:12 am IST

ઉત્તરપ્રદેશથી અપહૃત સગીરાને દમણ લઈ આવી દેહવેપારના ધંધામાં ધકેલનાર મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. આ સાથે યુપીથી અપહૃત સગીરાને શોધી કાઢી પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેનું અપહરણ થયા બાદ મહિલાએ સગીરાને જબરદસ્તી વૃદ્ધ સાથે પરણાવી દેવા ઉપરાંત સગીરાને બાદમાં દમણ લઈ આવી દેહવેપારના ધંધામાં ધકેલી હોવાનું બહાર આવ્યું છે.

મળતી વિગતો મુજબ દમણ પોલીસને ગત તા. 12 મીના રોજ ઉત્તર પ્રદેશથી આવેલી એક મહિલાએ ફરિયાદ કરી હતી કે, તેની બહેનનું કોઇ અજ્ઞાન વ્યકિત 2 વર્ષ પહેલા અપહરણ કરાયું હતું. જે સગીરા હાલ દમણમાં હોવાની જાણકારી મળી છે. સગીરાનો સંપર્ક તેની બહેને મોબાઈલ પર કર્યો હતો. આ મામલે અપહૃત સગીરાને શોધવા માટે દમણ પોલીસે ત્રણ ટીમ બનાવી મોબાઇલ ફોનના લોકેશનના આધારે સગીરાને શોધી કાઢી હતી. આ સાથે જ તેને દમણ લાવનાર પકડાયેલી મહિલા ઝારખંડની હોય, અન્યો પાસે દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. જેમાં તેનો પતિ પણ સામેલ હતો. આથી પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી હતી.

જો કે, પકડાયેલી છોકરીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે, ગત તા. 21 ડિસેમ્બર 2016ના રોજ ઉત્તપ્રદેશથી બે વ્યકિતએ તેને નશીલા પદાર્થ ખવડાવી તેનું અપહરણ કર્યું હતું. બાદમાં એક વૃદ્ધ વ્યકિત સાથે બળજબરી લગ્ન કરાવી પૈસા લીધા હતા. લગ્ન કરાવનાર મહિલાએ તેને પોતાના પરિવારજન પાસે પહોંચાડવાની જગ્યાએ સગીરાને દમણ લાવી દેહવ્યારના ધંધો કરાવવાનો શરુ કરી દીધો હતો. આ મહિલાને પોલીસે કોર્ટમાં હાજર કરી વધુ પૂછતાછ માટે રિમાન્ડ માંગતા કોર્ટે તા.20 સુધીના રિમાન્ડને મંજૂરી આપી હતી.

આ વીડિયો પણ જુઓ : સુરતના બારડોલીમાં મોડી રાત્રે આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન