Two young guests came to Ankita Lokhande's house, shared a photo
  • Home
  • Entertainment
  • Bollywood
  • અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન, ફોટો શેર કરી લખ્યું નવી જિંદગીની શરૂઆત..

અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન, ફોટો શેર કરી લખ્યું નવી જિંદગીની શરૂઆત..

 | 10:30 am IST

અંકિતા લોખંડેએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બે નાના બાળકો સાથે નજરે પડી રહી છે. એક્ટ્રેસ પોતાના આ ફોટોને લઈને હાઈલાઈટમાં આવી ગઈ છે. ફોટો શેર કરીને અંકિતાએ બાળકોના નામ પણ બતાવ્યા છે. એક્ટ્રેસે કહ્યું કે, આ બંનેના નામ અબીર અને અબીરા છે. જો કે અંકિતાએ એ નથી જણાવ્યું કે આ બાળકો કોના છે. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી એક્ટ્રેસ અંકિતા લોખંડે ખુબ જ દુઃ ખી હતી. જો કે હવે આ બાળકોને જોઈને એક્ટ્રેસના ચહેરા પર ખુશી આવી ગઈ છે. અંકિતાના બોયફ્રેન્ડ વિકી જૈનની બહેન વર્ષા જૈને બે જુડવા બાળકોને જન્મ આપ્યા છે. બોયફ્રેન્ડના ઘરમાં આવેલી આ ખુશીથી અંકિતા પણ ખુબ જ ખુશ છે. તેણે વર્ષાના જુુડવા બાળકોના નામ સાથે ફોટો શેર કર્યો છે.

 એક નવી જિંદગીની શરૂઆત

એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, અમારો પરિવાર ખુબ જ ખુશ છે – એક નવી જિંદગીની શરૂઆત. અમારો પરિવાર આ બાળકોના જન્મને લઈને અમીર થઈ ગયો છે. વેલકમ અબીર અને અબીરા. અંકિતા લોખંડેની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અંકિતાની આ પોસ્ટ ઉપર એક્ટર કરણવીર બોહરાએ દિલના ઈમોજીની સાથે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘Awww’.

સુશાંત કેસમાં આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ સિવાય પૈસાની લેવડ દેવડને લઈને ઈડીએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. સુશાંતસિંહ રાજપૂતના મામલે હવે સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જૂઓઃ  સૌરાષ્ટ્રમાં વધતો કોરોનાનો કહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન