Rajkot: Two Young Man Died Near Gondal Car Accident
  • Home
  • Featured
  • રાજકોટ: ગોંડલ નજીક કાર પલ્ટી મારી જતા 2ના કમકમાટીભર્યા મોત, 3 ઘાયલ

રાજકોટ: ગોંડલ નજીક કાર પલ્ટી મારી જતા 2ના કમકમાટીભર્યા મોત, 3 ઘાયલ

 | 11:03 am IST

રાજ્યમાં અનેક અકસ્માતો બનાવો બને છે, ત્યારે ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રીએ કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ગોંડલના મોવિયા પાસે ગઈકાલે રાતે કાળા રંગની કાર પલટી ગઈ હતી. આ કારમાં 5 યુવકો સવાર હતા. જેમાંથી 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 3 યુવકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી છે. તમામા ઇજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની યાદીમાં વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનું મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન