વર્ષ 2018ની શરૂઆત આ બે રાશિ માટે હશે સુવર્ણ સમય, ધનલાભથી જાતકો થશે માલામાલ - Sandesh
  • Home
  • Astrology
  • વર્ષ 2018ની શરૂઆત આ બે રાશિ માટે હશે સુવર્ણ સમય, ધનલાભથી જાતકો થશે માલામાલ

વર્ષ 2018ની શરૂઆત આ બે રાશિ માટે હશે સુવર્ણ સમય, ધનલાભથી જાતકો થશે માલામાલ

 | 1:41 pm IST

વર્ષ 2018ની શરૂઆત થવામાં હવે માત્ર એક માસનો સમય બાકી રહ્યો છે. આ વર્ષ ગ્રહોના ગોચરની બાબતે મહત્વનું સાબિત થશે. આગામી વર્ષના પ્રથમ માસમાં જ મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 7 માર્ચ સુધી સ્થાયી રહેશે. આ ત્રણ માસનો સમય 12 રાશિઓના જીવનમાં બહુ મોટા પરિવર્તન લાવશે.

આ ગોચરનો પ્રભાવ દરેક રાશિ પર સકારાત્મક હશે. પરંતુ બે રાશિ માટે વધારે ફળદાયી સાબિત થશે. આ બે રાશિ માટે વર્ષની શરૂઆતના ત્રણ મહિના અત્યંત મહત્વના બની રહેશે. આ સમય દરમિયાન તેમને દરેક ક્ષેત્રમાં લાભ થશે. હવે જાણો કઈ છે આ બે રાશિ.

મેષ રાશિ માટે મંગળ ધનેશ હશે એટલે કે આ ગોચરથી મંગળ સ્વરાશિમાં હશે. મંગળની આ સ્થિતીથી મેષ રાશિના જાતકોને લાભ થશે. મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતી સુધરશે. લાંબા સમયથી અટકેલા કામ પણ આ ત્રણ માસ દરમિયાન સરળતાથી પાર પડશે. કાર્યક્ષેત્રમાં પણ લાભ થશે.

મેષ પછી સૌથી વધારે લાભ મકર રાશિને થશે. મકર રાશિ માટે પણ મંગળ લાભકારક સાબિત થશે. મંગળના ગોચરના ત્રણ માસના સમયમાં મકર રાશિના જાતકો માટે ધનલાભની અનેક તકો સર્જાશે. નોકરી કરતાં જાતક હોય કે વેપાર કરતાં તેમના માટે આ ત્રણ માસ સુવર્ણ સમય બની જશે. નોકરીમાં પણ પદોન્નતિ થઈ શકે છે.